________________
૪૯
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-૬-૭ ગાથાર્થ :
મુક્તિનો માર્ગ એવી ચૈત્યપૂજા સાધુએ કરવી, એમ કોઈ કહે છે અને તેમાં યુક્તિ આપે છે કે જિણે જે કારણે, ચૈત્યવાસ ઠવી-ચૈત્યપૂજા અર્થે પુષ્પાદિ સામગ્રી સ્થાપી, વજ મુનિવરે કીધી-વજ મુનિવરે ચંચૂપજા કરી. III ભાવાર્થ :
કેટલાક સાધુઓ માર્ગાનુસારી બોધવાળા નહિ હોવાથી અને સ્વમતિ અનુસાર શાસ્ત્રવચનો જોડનારા હોવાથી કહે છે કે જિનપ્રતિમાની પૂજા મોક્ષનો માર્ગ છે. માટે સાધુએ ચૈત્યપૂજા કરવી જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે ચૈત્યપૂજા મોક્ષમાર્ગ હોવા છતાં દ્રવ્યસામગ્રીવાળા શ્રાવકો તેના અધિકારી છે, સાધુ નહિ. તેથી ચૈત્યપૂજા મોક્ષમાર્ગ હોવા છતાં શ્રાવક માટે તે મોક્ષનું કારણ છે, સાધુ માટે નહિ. તેના સમાધાનરૂપે તેઓ શાસ્ત્રમાં કહેલા વજસ્વામીજીના દૃષ્ટાંતનું અવલંબન લે છે અને કહે છે કે જે કારણથી વજ સ્વામીજીએ ચૈત્યપૂજા કરી છે, જોકે વજસ્વામીજીએ સાક્ષાત્ ચૈત્ય પૂજા કરી નથી, તોપણ ચૈત્ય પૂજાની સામગ્રીરૂપ પુષ્પાદિ શ્રાવકોને લાવી આપ્યા છે. તેથી કહે છે કે ચૈત્યવાસને સ્થાપીનચૈત્યની સામગ્રીને સ્થાપીને વજસ્વામીજીએ ચૈત્યપૂજા કરી છે અર્થાત્ ચૈત્ય માટે જો પુષ્પાદિ લાવી આપવાથી સાધુને ધર્મ થતો હોય તો ભગવાનની ભક્તિ અર્થે ચૈત્યપૂજા કરવામાં પણ સાધુને ધર્મ છે. આમ કોઈક સાધુઓ સ્થાપન કરે છે, જે દુષ્ટ આલંબનરૂપ છે. Iકા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક ભગ્ન પરિણામી સાધુઓ સાધુને ચૈત્યપૂજા કરવી, એ પ્રકારનું દુષ્ટ આલંબન લે છે અને તેમાં વજસ્વામી મ. સા.નું આલંબન લઈને પોતાની પ્રવૃત્તિ ઉચિત છે, તેમ સ્થાપન કરેલ. તેથી હવે તે આલંબન દુષ્ટ કેમ છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
તીર્થઉન્નતિ અન્યશાસન, મલિનતા ટાણે; પૂર્વ અવચિત પુષ્પ મહિમા, તેહ નવિ જાણે. દેવ ! ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org