________________
૫૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૭-૮
ગાથાર્થ :
પૂર્વ અવચિત પુષ્પ મહિમાથી=પૂર્વમાં સંચય કરાયેલા એવા પુષ્પના મહિમાથી, તીર્થની ઉન્નતિ અને અન્ય દ્વારા શાસનની મલિનતાના ટાણે=શાસનની મલિનતાના પ્રસંગે, વજસ્વામીએ ભગવાનની ભક્તિ અર્થે પુષ્પાદિક સામગ્રી લાવીને શ્રાવકોને આપી છે, તે નવિ જાણે-તે વાત દુષ્ટ આલંબન લેનાર સાધુ જાણતા નથી. 11911
ભાવાર્થ :
ઉત્સર્ગથી સાધુ દ્રવ્યસ્તવના અધિકારી નથી; કેમ કે સાધુએ સર્વ પરિગ્રહનો ત્યાગ કરેલ છે. તેથી ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરી વીતરાગતાની શક્તિનો સંચય કરવો તે શ્રાવકોનો માર્ગ છે, સાધુનો નહિ. સાધુ તો બાહ્ય સામગ્રી પ્રત્યે નિરપેક્ષ થઈને વીતરાગતાને અનુકૂળ સર્વ યત્ન કરે છે. તેથી આદ્ય ભૂમિકાવાળો દ્રવ્યસ્તવરૂપ ધર્મ સાધુને નથી, શ્રાવક માટે તે ઉચિત છે.
આમ છતાં અપવાદિક આચરણારૂપે વજસ્વામીજીએ પૂર્વમાં માળી દ્વારા સંચય કરાયેલા પુષ્પો શ્રાવકોને લાવી આપી ભગવાનના શાસનનો મહિમા ક૨વા દ્વારા તીર્થની ઉન્નતિ કરી છે અને બૌદ્ધદર્શનની માન્યતાથી વાસિત એવા રાજા દ્વારા જે શાસનની મલિનતા થતી હતી તેને ટાળવાનો પ્રયત્ન કર્યો છે. તે અપવાદિક પ્રસંગને દુષ્ટ આલંબન લેનારા સાધુ જાણતા નથી. ||૭|| અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે વજસ્વામીજીએ કયા કારણથી ચૈત્યપૂજા કરી હતી તે દુષ્ટ આલંબન લેનારા સાધુ જાણતા નથી તેથી વજસ્વામીજીના ચૈત્યપૂજાતા આલંબનથી સાધુને ચૈત્યપૂજા કરવી જોઈએ એમ કેટલાક સાધુઓ સ્થાપન કરે છે. હવે તે ચૈત્યપૂજા કરવાથી સાધુને શું અનર્થ પ્રાપ્ત થાય છે તે બતાવે છે જેથી વજસ્વામીજીનું આલંબન લઈને ચૈત્યપૂજા કરવી એ દુષ્ટ આલંબન છે એમ સિદ્ધ થાય
21121 :
--
ચૈત્યપૂજા કરત સંયત, દેવભોઈ કહ્યો;
શુભમને પણ માર્ગનાસી, મહાનિશીથેં લહ્યો. દેવ ! ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org