________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૮-૯
ગાથાર્થ ઃ
‘મહાનિશીથસૂત્ર’માં શુભ મને પણ ચૈત્યપૂજા કરતા એવા સંયત, માર્ગના નાશક અને દેવભોજી=દેવદ્રવ્યના ભક્ષણ કરનારા, કહ્યા છે. III ભાવાર્થ :
કોઈ સાધુ માનતા હોય કે ચૈત્યપૂજા એ મુક્તિનો માર્ગ છે, માટે સાધુએ ચૈત્યપૂજા કરવી જોઈએ અને તેથી ચૈત્યપૂજા કરતા હોય તો તેઓને ચૈત્યપૂજા કાળમાં સ્કૂલથી શુભમન છે, પણ પરમાર્થથી તો ભગવાનના વચનની મર્યાદાને જાણ્યા વગર સ્વમતિ પ્રમાણે શાસ્ત્રનું અવલંબન લઈને તે પ્રવૃત્તિ કરે છે; તેથી અશુભ મન છે. અને તેઓની ચૈત્યપૂજાની પ્રવૃત્તિ માર્ગનો નાશ કરનાર છે; કેમ કે ભગવાને સંયમ વેશધારી માટેની જે મર્યાદા મૂકી છે, તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરીને લોકોમાં “આ માર્ગ છે” તે પ્રકારનો ભ્રમ ચૈત્યપૂજા કરનાર સાધુ કરે છે. તે માર્ગનું અનુસરણ કરીને અનેક જીવો સાધુવેશમાં તે માર્ગને સ્વીકારે છે, જેથી ભગવાનનો માર્ગ અન્યથારૂપ પ્રવૃત્ત થાય છે; તે માર્ગ નાશ પ્રત્યે ચૈત્યપૂજા કરનાર સાધુ કારણ છે.
૫૧
વળી, ચૈત્યપૂજા કરનાર સાધુને ‘મહાનિશીથસૂત્ર'માં જેમ માર્ગ નાશ કરનાર કહ્યા છે તેમ દેવભોજી પણ કહ્યા છે; કેમ કે જિનમંદિર આદિ નિર્માણના નિમિત્તે સ્વનિવાસને અનુકૂળ સ્થાનની નિષ્પત્તિ પણ તેઓ કરે છે તેથી જિનમંદિરના નિમિત્તને પામીને પોતાનું સ્થાન કરવાથી દેવદ્રવ્યના ભક્ષણનો દોષ તેમને લાગે છે.
વસ્તુતઃ તેઓએ દેવદ્રવ્યના પૈસાનો ઉપભોગ કર્યો નથી તોપણ ત્યાં પોતાનું સ્થાન થાય તેમાં ચૈત્યપૂજા નિમિત્ત કારણ હોવાથી તે સ્થાનના ઉપભોગમાં દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગે તેથી મહાનિશીથસૂત્રમાં તેમને દેવભોજી કહ્યા છે અને આ પ્રકારનો અર્થ ‘પંચવસ્તુક' ગ્રંથથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું કથન “પંચાશક” ગ્રંથમાં વધારે સ્પષ્ટ કરેલ છે તેથી જિજ્ઞાસુએ ત્યાંથી જોવું. Ill
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org