________________
પર
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૯ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ચૈત્યપૂજા કરનાર સાધુ માર્ગના નાશક અને દેવભોજી છે, ત્યાં પ્રશ્ન થાય કે “તો પછી વજસ્વામીજીએ ચૈત્યપૂજા કરી હતી તો તેમને પણ તે દોષ પ્રાપ્ત કેમ નહિ થાય ?” તેથી કહે છે – ગાથા :
પુષ્ટકારણ વિના મુનિ, નવિ દ્રવ્ય અધિકારી;
ચૈત્યપૂજાયેં ન પામેં, ફલ અનધિકારી. દેવ ! ૯ ગાથાર્થ :
પુણકારણ વગર=વિશિષ્ટ લાભના પ્રબળ કારણ વગર, મુનિ દ્રવ્ય અધિકારી નથી દ્રવ્યથી વીતરાગની પૂજા કરવાના અધિકારી નથી, તેથી અનધિકારી એવા મુનિ ચૈત્યપૂજાએ ફળને પામે નહિeભગવાનની પૂજા કૃત નિર્જરારૂપ ફળને પામે નહિ. IIII ભાવાર્થ :
શ્રાવકો બાહ્ય પરિગ્રહવાળા છે, તેથી ઉત્તમ દ્રવ્યથી ભગવાનની ભક્તિ કરીને વીતરાગ પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ કરે છે અને શાસ્ત્રમાં પણ મલિન આરંભીને દ્રવ્યસ્તવના અધિકારી કહ્યા છે. તેથી પણ ફલિત થાય કે જેઓ પરિગ્રહ રાખે છે તેઓ ગમે તેવો સુંદર ધર્મ સેવતા હોય, તોપણ મલિન આરંભી છે અને મલિન આરંભી એવા તેઓ ઉત્તમ દ્રવ્યથી ભગવાનની ભક્તિ કરીને નિરારંભ જીવનની શક્તિનો સંચય કરે છે. સાધુ દ્રવ્ય અને ભાવથી પરિગ્રહ વગરના છે તેથી સર્વ ઉદ્યમથી વીતરાગના વચનાનુસાર પ્રવૃત્તિ કરીને વીતરાગ થવા ઉદ્યમ કરે છે તેથી નિરારંભી છે, અને નિરારંભી સાધુ દ્રવ્યપૂજાના અધિકારી નથી. આમ છતાં શાસનપ્રભાવનાનું પ્રબળ કારણ જણાય તો અન્ય જીવોના લાભ અર્થે પુષ્ટ આલંબનથી દ્રવ્યસ્તવ કરે છે.
જેમ સાધુ પોતાના વસ્ત્રાદિ ધર્મ ઉપકરણ કોઈ દરિદ્રના દારિદ્રયને ટાળવા આપે, તો તે વસ્ત્ર આપવાની પ્રવૃત્તિ ગૃહસ્થના આરંભ-સમારંભનું સાધન બને. તેથી તે વસ્ત્રદાનની ક્રિયા સાધુ માટે અધિકરણ દોષની પ્રાપ્તિનું કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org