________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૯-૧૦
૫૩ બને અર્થાત્ અન્યને આરંભ-સમારંભ કરવાનું અધિકરણ સાધુએ આપ્યું; તનિમિત્તક અન્યના આરંભ-સમારંભરૂપ પાપની અનુમતિરૂપ દોષની પ્રાપ્તિ સાધુને થાય.
આમ છતાં બીજાદાનરૂપ પુષ્ટ આલંબનના નિમિત્તે વીરપ્રભુએ પણ સંયમ અવસ્થામાં બાહ્મણને વસ્ત્ર દાન કર્યું અને પુષ્ટ આલંબનથી કરાયેલું વસ્ત્રદાન અધિકરણ બન્યું નહિ; તેમ પુષ્ટ આલંબનથી કરાયેલી વજસ્વામીજીની ચૈત્યપૂજા દોષરૂપ બની નહિ, પરંતુ યોગ્ય જીવોને ધર્મ પ્રાપ્તિના શુભ અધ્યવસાયને કારણે નિર્જરાની પ્રાપ્તિનું કારણ બની. પરંતુ પુષ્ટ આલંબન વગર જે સાધુઓ ચૈત્યપૂજા કરે છે તેઓ પૂજાના અનધિકારી હોવાથી પૂજાના ફળને પામતા
નથી.
વસ્તુતઃ ભગવાનના વચન પ્રત્યેના બહુમાનપૂર્વક ભગવાનની ભક્તિથી જ નિર્જરારૂપ ફળ મળે છે, માત્ર બાહ્યપૂજાથી નહિ. અને ચૈત્યપૂજા કરનાર સાધુઓ દુષ્ટ આલંબન લેનારા હોવાથી ભગવાનના વચન પ્રત્યે બહુમાનવાળા નથી; તેથી ભગવાનના વચન પ્રત્યેના અનાદરપૂર્વક કરાયેલી ચૈત્યપૂજાથી ચૈત્યપૂજાનું ફળ પ્રાપ્ત થાય નહિ. INલા અવતરણિકા :
ગાથા ૩માં કહેલ કે મૂઢ સાધુ ભગ્ન પરિણામને કારણે ચાર પ્રકારના દુષ્ટ આલંબન લે છે તેમાંથી પ્રથમના બે દુષ્ટ આલંબનનું વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું. હવે અન્નાલાલરૂપ ત્રીજા દુષ્ટ આલંબનનું વર્ણન કરે છે – ગાથા :
આર્ય અન્નિઅપુર અજ્જા, લાભથી લાગા;
કહે નિજલાભે અતૃપ્તા, ગોચરી ભાગા. દેવ ! ૧૦ ગાથાર્થ -
નિજલાભમાં અતૃપ્ત-પોતાને જે ગોચરી મળી છે તેટલાથી અતૃપ્ત, ગોચરી ગ્રહણ કરવા માટે ભાગા=ભગ્ન પરિણામવાળા, કહે છે કે, આર્ય અણિકાપુત્ર અજ્જાલાભથી-સાધ્વીના લાભથી, લાગા-લાગેલા હતા સાધ્વીએ લાવેલો આહાર વાપરતા હતા. ll૧૦II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org