________________
પ૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૩/ગાથા-૧૦-૧૧ ભાવાર્થ :
કેટલાક સાધુઓ સ્થૂલથી આરાધક હોય છે તેથી નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં યત્ન કરનારા હોય છે, પરંતુ નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ દુર્લભ છે અને પોતે બહુ શ્રમ કરવા માટે પ્રમાદી છે તેથી પોતાને જે નિર્દોષ ભિક્ષા મળે છે એટલાથી તૃપ્ત નથી અને ગોચરી માટે શ્રમ કરવાના ભગ્ન પરિણામવાળા છે. આવા સાધુઓ કહે છે કે “આર્ય અર્ણિકાપુત્ર પુષ્પચૂલા સાધ્વીવડે લાવેલ ગોચરી વાપરતા હતા, છતાં તેઓ આરાધક સાધુ હતા, તેમ અમે પણ સાધ્વી લાવી આપે તેવી વસ્તુ વાપરીએ તેમાં કોઈ દોષ નથી.” એમ કહીને સાધ્વીએ લાવેલ આહાર વાપરે છે કે સાધ્વી પાસે વસ્ત્ર ધોવણાદિ પ્રવૃત્તિ કરાવે છે.
વસ્તુતઃ સાધુએ પોતાના સંયમની સર્વ પ્રવૃત્તિ સ્વ પરાક્રમથી જ કરવાની છે અન્ય પાસે કાર્ય કરાવવાનું નથી. આમ છતાં વિશિષ્ટ લાભનું કારણ જણાય તો સાધુઓ પરસ્પરનું કાર્ય કરે, પણ સાધ્વી પાસે કાર્ય કરાવે નહિ. આ પ્રકારની શાસ્ત્ર મર્યાદા છે, છતાં પોતે ભગ્ન પરિણામી હોવાથી, અર્ણિકાપુત્રનું દુષ્ટ આલંબન લઈને, ભગ્ન પરિણામી સાધુઓ પોતાની પ્રવૃત્તિ ઉચિત છે તેમ માને છે. ll૧માં અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે કેટલાક ભગ્ન પરિણામી સાધુઓ અણિકાપુત્રના દષ્ટાંતથી સાધ્વીના લાભને સ્થાપે છે, તેઓ ભગ્ન પરિણામી કેમ છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
ન જાણે ગતશિષ્ય અવમે, શિવિર બળહીણો;
સુગુણપરિચિતસંયતીકૃત, પિંડવિધિ લીણો. દેવ ૧૧ ગાથાર્થ :
ભગ્ન પરિણામી સાધુઓ જાણતા નથી કે અર્ણિકાપુત્ર ગતશિષ્ય હતા દુકાળ હતો તે કારણે શિષ્યોને આરાધના અર્થે અન્ય સ્થાને મોકલેલા હતા માટે પોતે પરિવાર વગર એકલા હતા, વયથી સ્થવિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org