________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૧૧-૧૨ પપ હતા વૃદ્ધ હતા, અને જંઘાબળથી હીન હતા, જેથી ગોચરી માટે જઈ શકે તેમ ન હતા, અને કોઈ સુગુણ પરિચિત સાધ્વીથી કરાયેલ પિંડની વિધિમાં લીણ હતા આહાર લાવવાની વિધિથી આહારગ્રહણ કરવામાં પ્રવૃત્ત હતા. ll૧૧] ભાવાર્થ :
આર્ય અર્ણિકાપુત્ર વૃદ્ધ હતા અને તે વખતે દુષ્કાળ હતો તેથી સર્વ શિષ્યોને અન્ય સ્થાને મોકલેલા અને પોતે એકલા કોઈક નગરમાં રહીને આરાધના કરતા હતા. વળી, જંઘાબળ ક્ષીણ થવાથી ગોચરી માટે ફરી શકે તેવી શારીરિક સ્થિતિ પણ ન હતી. તેથી ગુણવાન પરિચિત એવી પુષ્પચૂલા સાધ્વી દ્વારા લાવેલ પિંડ વિધિને=નિર્દોષ પિંડને, ગ્રહણ કરતા હતા. તે અપવાદિક સ્થાનને નહિ જાણનારા ભગ્ન પરિણામી સાધુ તેમના દૃષ્ટાંતનું આલંબન લઈને પોતાની ભિક્ષા લાવવાની શક્તિ હોવા છતાં અને એવું કોઈ અપવાદિક કારણ નહિ હોવા છતાં સાધ્વીદ્વારા લાવેલ આહારાદિ વાપરે છે, તેઓ દુષ્ટ આલંબન લેનારા હોવાથી મુનિ નથી. ૧૧ાા
અવતરણિકા :
ગાથા ૩માં કહેલ કે મૂઢ સાધુ ભગ્ન પરિણામને કારણે ચાર પ્રકારના દુષ્ટ આલંબન લે છે તેમાંથી પ્રથમના ત્રણ દુષ્ટ આલંબનનું વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું. હવે વિગઈ પડિબંધો' નામના ચોથા દુષ્ટ આલંબનનું વર્ણન કરે
છે –
ગાથા :
વિગય લેવી નિત્ય સૂજે, લષ્ટ પુષ્ટ ભણે;
અન્યથા કિમ દોષ એહનો, ઉદાયન ન ગણે ? દેવ ! ૧૨ ગાથાર્થ :
સાધુને વિગઈ લેવી નિત્ય સૂઝે એમ હૃષ્ટ-પુષ્ટ શરીરવાળા સાધુ બોલે અને પોતાની પ્રવૃત્તિને પુષ્ટ કરવા તેઓ કહે છે કે, અન્યથા જો સાધુને વિગઈ લેવી સૂઝે નહિ તો, એહનો દોષ વિગઈ ગ્રહણનો દોષ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org