________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૧૨-૧૩ ઉદાયનરાજર્ષિને કેમ ન લાગે ?=ઉદાયનરાજર્ષિએ વિગઈઓ ગ્રહણ કરેલી છતાં તેમને દોષ કેમ ન લાગ્યો ? ।।૧૨।।
૫૬
ભાવાર્થ :
કેટલાક સાધુઓ શરીરની શાતાના અર્થી છે અથવા તો અનુકૂળ આહારના અર્થી છે. તેથી સંયમની અન્ય ઉચિત પ્રવૃત્તિ કરતા હોય, તોપણ જે તરફનું તેમનું વલણ હોય તેને અનુકૂળ શાસ્ત્રમાં આપેલ દૃષ્ટાંતનું અવલંબન લઈને પોતે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરે છે તેમ માને છે. આવા સાધુ શરીરથી લષ્ટ પુષ્ટ હોય છતાં વિચારે છે કે “સાધુનો દેહ સ્વાધ્યાયાદિ કરવા માટે ઉપકારક છે, તેથી શ૨ી૨નું પાલન-પોષણ બરાબર કરવું જોઈએ અને તેના માટે સાધુ નિત્ય દૂધ આદિ વિગઈઓ વાપરે તો તેમાં કોઈ દોષ નથી.” આ રીતે વિચારીને પોતાના શરીરને સાચવવાના પરિણામથી વિગઈઓ આદિનું ગ્રહણ કરે છે અને તેના માટે શાસ્ત્રનું આલંબન લેતા કહે છે કે “જો વિગઈ લેવી સાધુને કલ્પે નહિ તો ઉદાયનરાજર્ષિ અત્યંત આરાધક સાધુ હતા, છતાં એમને વિગઈ ગ્રહણ કરવાથી કેમ દોષ લાગ્યો નહિ અર્થાત્ ઉદાયનરાજર્ષિ વિગઈ ગ્રહણ કરતા હતા, છતાં પરિણામની શુદ્ધિથી કેવળજ્ઞાનને પામ્યા. તેથી અમે પણ વિગઈઓ ગ્રહણ કરીને પુષ્ટ થયેલા શરીરવાળા સંયમમાં વિશેષ આરાધના કરશું માટે કોઈ દોષ નથી” એ પ્રકારનું નબળું આલંબન ભગ્ન પરિણામી સાધુઓ લે છે. H૧૨॥
અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે ભગ્ન પરિણામી સાધુઓ ઉદાયતરાજર્ષિતા દૃષ્ટાંતનું વિગઈના પ્રતિબંધરૂપ દુષ્ટ આલંબન લઈને નિત્ય વિગઈ સેવન કરે છે. તેઓનું આ આલંબન દુષ્ટ કેમ છે તે બતાવવા અર્થે કહે છે
51121 :
ઉદાયનરાજર્ષિતનુ નવિ, શીત લુક્ષ સહે;
તેહ વ્રજમાં વિગય સેવે, શું તે ન લહે ? દેવ ! ૧૩
Jain Education International
---
For Personal & Private Use Only
www.jainelibrary.org