________________
પ૭
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-૧૩-૧૪ ગાથાર્થ :
ઉદાયનરાજર્ષિનો (દેહ) શીત અને રૂક્ષ સહે નહિ તેવો હતો તેથી તેઓ વ્રજમાં ગોકુળમાં વિગઈઓ સેવતા હતા. શું તે વાત દુષ્ટ આલંબન લેનારા સાધુ કથામાંથી લેતા નથી ? 13II ભાવાર્થ -
ઉદાયનરાજર્ષિ સંયમમાં અત્યંત ઉસ્થિત પરિણામવાળા હતા; પરંતુ તેમનો દેહ શીત અને રૂક્ષ આહારને સહન કરી શકે તેવો હતો નહિ, તેથી તેમના દેહમાં થયેલો રોગ પ્રકોપને પામતો હતો અને રોગના પ્રકોપને કારણે સંયમ યોગોમાં શિથિલ વ્યાપાર થતો હતો. તેથી સંયમ યોગની વૃદ્ધિના અર્થી એવા ઉદાયનરાજર્ષિ ગોકુળમાં રહેતા હતા, જેથી નિર્દોષ વિગઈઓ મળી શકે. અને સંયમમાં સુદઢ વ્યાપાર અર્થે વિગઈઓ સેવે છે તે પ્રકારનું કથન ઉદાયનરાજર્ષિના કથાનકમાં ઉપલબ્ધ છે તેને દુષ્ટ આલંબન લેનારા સાધુ કેમ લેતા નથી ? અર્થાત્ પોતાને અનુકૂળતાનું મમત્વ છે તેથી જ ઉદાયનરાજર્ષિના દૃષ્ટાંતનું અવલંબન લે છે; પરંતુ ઉદાયનરાજર્ષિએ વિગઈ કેમ સેવી તેનો પરમાર્થ વિચારતા નથી માટે ઉદાયનરાજર્ષિના દૃષ્ટાંતનું તેઓનું આલંબન દુષ્ટ આલંબન છે. ll૧૩.
અવતરણિકા :
ગાથા-૩માં કહેલ ચાર પ્રકારના દુષ્ટ આલંબન લેનારા સાધુ ભગ્ન પરિણામવાળા છે અને તે ચારેય દુષ્ટ આલંબનનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં કહે છે – ગાથા :
લોક આલમ્બન ભરીઓ, જન અસંયતને;
તેહ જગમાં કાંઈ દેખે, ધરે તેહ મને. દેવ ! ૧૪ ગાથાર્થ :
જન અસંયતને અસંયમી સાધુને, આખો લોક આલંબનથી ભરેલો છે, તેહ=અસંયમી સાધુ, જગમાં શાસ્ત્રમાં કહેલા દષ્ટાંતોમાં, કંઈ દેખે કોઈક પ્રસંગો દેખે, તે આલંબનને મનમાં ધરે છે. I૧૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org