________________
૫૮
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૩/ગાથા-૧૫ ભાવાર્થ -
અસંયત સાધુઓ માટે આખો લોક આલંબનથી ભરેલો છે અર્થાત્ પોતાને સંયમમાં કોઈક શિથિલ પરિણામ વર્તતો હોય અને તે પ્રવૃત્તિ શાસ્ત્રાનુસારી છે તેવો વિચાર કરવા અર્થે લોકમાં બનેલ કોઈક પૂર્વ પુરુષના આલંબનને જોવા માટે શાસ્ત્રનું વાંચન કરે તો તે સાધુને પોતાની પ્રવૃત્તિ ઉચિત છે તેવો નિર્ણય કરવા માટે આલંબન મળી જાય છે. તેથી ભગ્ન પરિણામી એવા તે સાધુ શાસ્ત્રમાં કોઈક મહાપુરુષના દૃષ્ટાંતને દેખે તો તે કથન કઈ અપેક્ષાએ છે તેનો વિચાર કર્યા વગર પોતે મનમાં ધારણ કરે છે અને વિચારે છે કે શાસ્ત્રમાં ઉત્સર્ગમાર્ગથી નિષિદ્ધ પ્રવૃત્તિ આ મહાત્માઓએ કરી હતી, છતાં તે સુસાધુ છે તેમ શાસ્ત્ર કહે છે માટે અમે પણ તેવી પ્રવૃત્તિ કરીએ તો સંયમમાં કોઈ દોષ નથી. આ પ્રકારનું આલંબન લેવાનો પરિણામ જેમને વર્તે છે તેમને પોતાની રુચિ અનુસાર પ્રવૃત્તિ કરવામાં શાસ્ત્રવચનનું આલંબન પ્રાપ્ત થઈ જાય છે; અને તે આલંબનથી કરાયેલી પ્રવૃત્તિ દ્વારા તે સાધુઓ મોહનું પોષણ કરીને પોતાની સંયમની અન્ય પ્રવૃત્તિને પણ વિફળ કરે છે.
વસ્તુતઃ ગુણસ્થાનકની પરિણતિવાળા સાધુ પુષ્ટ આલંબન સિવાય આલંબન માત્રને લઈને પ્રવૃત્તિ કરતા નથી અને પુષ્ટ આલંબન તે જ છે કે જે મોહધારાના ઉચ્છેદમાં પ્રબળ નિમિત્ત બને. માટે શાસ્ત્રના આલંબનને લઈને પ્રમાદને પોષવામાં આવે અને મનથી સંતોષ માનવામાં આવે એટલા માત્રથી હિત થતું નથી. II૧૪ો. અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું અસંયત સાધુને આખો લોક આલંબનથી ભરેલો છે તેથી પોતાના પ્રમાદને પોષવા માટે તેને જે આલંબન જોઈએ તે પ્રાપ્ત થાય છે. હવે દુષ્ટ આલંબન લેનારા સાધુ કેવા છે અને સત્ આલંબન લેનારા સાધુ કેવા છે તેનો ભેદ બતાવવા અર્થે કહે છે – ગાથા :
શિથિલ આલમ્બન ગ્રહે, મુનિ મંદસંવેગી; સંયતાલંબન તુજસ ગુણ, તીવ્રસંવેગી. દેવ ! ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org