________________
પ૯
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૩/ગાથા-૧૫ ગાથાર્થ :
મંદ સંવેગી મુનિ શિથિલ આલંબનને ગ્રહણ કરે છે. જ્યારે સુજશ ગુણવાળા તીવ્ર સંવેગી સાધુ સંયતનું આલંબન ગ્રહણ કરે છે. ll૧૫ll ભાવાર્થ :
જે સાધુઓ આત્મકલ્યાણના અર્થી છે, તો પણ પોતાનામાં મંદ સંવેગ વર્તે છે, તેથી કોઈક સ્થાનમાં મોહને પરતંત્ર થઈને શાતાના કે અનુકૂળતાના અર્થી થવાને કારણે, શાસ્ત્રમાં કહેવાયેલા પૂર્વના મહાપુરુષના અપવાદિક આચરણાના પ્રસંગને આલંબનરૂપે ગ્રહણ કરીને, પોતાના માટે તેનું કારણ નહિ હોવા છતાં, પોતાની અનુકૂળતા અર્થે તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે. આવા સાધુઓને મોક્ષમાં જવા માટેનો અભિલાષ છે અને મોક્ષ જવા અર્થે ધર્મ કરે છે, આમ છતાં મંદ સંવેગ હોવાથી પોતાના પ્રમાદને પોષે છે; એટલું જ નહિ પણ પોતે પ્રમાદ કરતાં નથી તે પ્રકારે મનને સંતોષ કરાવવા અર્થે શિથિલ આલંબન લઈને, પોતાની પ્રવૃત્તિ માર્ગ વિરુદ્ધ નથી તેમ સંતોષ માને છે. આથી જ મંદ સંવેગી સાધુ ભાવસાધુ નથી. કદાચ નિમિત્તને પામીને કે યોગ્ય ઉપદેશકના વચનથી તીવ્ર સંવેગને પ્રાપ્ત કરે તો ભાવ સાધુ થઈ શકે. માટે ભાવ સાધુ નહિ હોવા છતાં સર્વથા દુષ્ટ જ છે તેવો અર્થ નથી; કેમ કે મંદ પણ સંવેગનો પરિણામ છે અને સંવેગ એટલે મોક્ષનો અભિલાષ અને મંદ સંવેગ હોવાને કારણે મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કરવા છતાં શિથિલ પ્રવૃત્તિ કરે છે અને ચિત્ત પણ કંઈક વક્રગામી છે.
વળી, જે સાધુઓ સાધુના સુજશ ગુણને ધારણ કરનારા છે, તેઓ તીવ્ર સંવેગવાળા છે. તેથી તેઓ સંયમની પુષ્ટિ થાય તેવા સંયતના આલંબનને જ ગ્રહણ કરે છે અને આવા સાધુ શક્તિ હોય તો ભગવાને ઉત્સર્ગથી જે પ્રકારે માર્ગ બતાવ્યો છે તે પ્રકારે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. ફક્ત જંઘાબળાદિ ક્ષીણ થયું હોય તો સંગમાચાર્યની જેમ સંયમની વૃદ્ધિનું આલંબન ગ્રહણ કરીને અપવાદથી સ્થિરવાસાદિ પણ કરે છે. ૧પો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org