________________
૬૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૪/ગાથા-૧
ઢાળ ચોથી :(રાગ : પ્રભુ પાસનું મુખડું જોવા, ભવભવનાં પાતક ખોવા-અથવા જત્તિરી- દેશી)
અવતરણિકા :
પૂર્વ ઢાળમાં દુષ્ટ આલંબન લેનારા સાધુઓની અનુચિત પ્રવૃત્તિ કેવી છે તે બતાવીને છેલ્લે સદ્ આલંબનને લેવા માટે પ્રેરણા કરે તેવો ઉપદેશ ગ્રંથકારશ્રીએ આપ્યો. હવે, કેટલાક સાધુઓ ઉપદેશની પ્રવૃત્તિ દ્વારા સન્માર્ગની વૃદ્ધિ કરતા હોય છે અને નિઃસ્પૃહતાપૂર્વક ઉપદેશ આપતા હોય છે. વળી, અન્ય સાધુઓ ઉપદેશ આપીને પોતાના ભક્ત વર્ગને ઊભો કરવા માટે ઉધમ કરતાં હોય છે અને તેના દ્વારા મોહધારાની વૃદ્ધિ કરતા હોય છે. આ રીતે મોહધારાની વૃદ્ધિ કરનારા સાધુઓના ઉપદેશને જોઈને ઉપદેશ આપવો એકાંતે ઉચિત નથી તેવી મતિને ધારણ કરનારા શું કહે છે તે બતાવીને, માર્ગના સ્થાપક એવા ઉપદેશકને પ્રેરણા કરે તે પ્રકારનો ઉપદેશ પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રી આપે છે – ગાથા :
સુણજો સીમધર સ્વામી! વલી એક કહું સિર નામી;
મારગકરતાને પ્રેરે, દુર્જન જે દૂષણ હેરે. ૧ ગાથાર્થ -
હે સીમંધર સ્વામી તમે સાંભળજે, શિરનામી એવો હું તમારી આજ્ઞાને મસ્તકે ચઢાવનાર એવો હું, એક કહું એક વાત કહું છું, જે વાત માર્ગકર્તાને પ્રેરે છે સન્માર્ગના સ્થાપક એવા ઉપદેશકને પ્રેરે છે અને સન્માર્ગના ઉપદેશકની પ્રવૃત્તિને જોઈને, દુર્જન જે દૂષણ આપે છે તેને હેરે છે નિરાકરણ કરે છે. [૧] ભાવાર્થ :
સ્તવનકાર ભગવાનની ભક્તિરૂપે સ્તવન કરતાં કહે છે કે, તે સીમંધરસ્વામી ! હું તમારા શાસન પ્રત્યેની ભક્તિથી જે કહું છું તે તમે સાંભળો. હું તમારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org