________________
૬૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧-૨ આજ્ઞાને શિર પર ધારણ કરૂ છું અને વળી હું એક વાત કહું છું; જે મારી વાત ભગવાનના માર્ગનો વિસ્તાર કરનારા એવા ઉપદેશકને ઉપદેશ આપવાની પ્રવૃત્તિમાં પ્રેરણારૂપ છે અને સન્માર્ગના ઉપદેશકને કોઈક અર્ધવિચારક અને સ્વમતિ પ્રમાણે શાસ્ત્રોને વિચારનાર એવા દુર્જન જે દૂષણ આપે છે તે દૂષણને હરનારી છે. જે વાતથી ભગવાનના શાસન પ્રત્યેની ભક્તિ થાય છે, સન્માર્ગની વૃદ્ધિ પ્રત્યે પક્ષપાત થાય છે અને ઉન્માર્ગની પ્રવૃત્તિનું ઉમૂલન થાય છે. IIII અવતરણિકા :
હવે, ગ્રંથકારશ્રી માર્ગકર્તાને માર્ગ ઉપદેશકને, દુર્જન શું દૂષણ આપે છે તે બતાવે છે –
ગાથા :
કહે નિજ સામે વ્રત પાલો, પણ ધર્મદેશના ટાલો;
જનમેલ્યાનું શું કામ ?, બહુ બોલ્યું નિંદાઠામ.... ૨ ગાથાર્થ -
કહે-દુર્જન કહે છે, નિજ સામે આત્માની સાક્ષીએ, વ્રતને પાળો સ્વભૂમિકા અનુસાર સંયમમાં યત્ન કરો, પણ ધર્મદેશનાને ટાળો-સાધુએ ઘર્મદેશનાની પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. કેમ ધર્મદેશનાની પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ ? તે બતાવતાં કહે છે. જનમેલ્યાનું શું કામ છે ધર્મદેશના આપીને લોકોને ભેગા કરવાનું શું કામ છે; કેમ કે બહુ બોલવું નિંદાનું સ્થાન છે જે પુરુષ ઘણું બોલનાર હોય, તે લોકમાં નિંદાનું સ્થાન બને છે. |રા. ભાવાર્થ -
કેટલાક સાધુઓ આત્મકલ્યાણના અર્થી હોય છે છતાં માર્ગાનુસારી બુદ્ધિ નહિ હોવાથી વિચારે છે કે મોક્ષમાં જવાના ઉપાયભૂત વ્રતોને આત્મસાક્ષીએ પાળવા જોઈએ અર્થાત્ તે વ્રતોને તે રીતે સેવવા જોઈએ, જેથી પોતાનું ચિત્ત વિષયોથી પરામુખ બને અને ભાવથી મુનિભાવ પ્રગટે, પરંતુ ધર્મદેશના આપવાનું ટાળવું જોઈએ; કેમ કે ધર્મદેશનાની પ્રવૃત્તિ કરવાથી ઘણા લોકો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org