________________
૩૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨/ગાથા-૧૦-૧૧
ભાવાર્થ :
જે ગચ્છના સંચાલક એવા ગચ્છાધિપતિ સ્વયં બહુશ્રુત નથી અને ગચ્છના સાધુઓ જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ થાય એવો કોઈ ઉદ્યમ કરતા નથી, પણ માત્ર ગચ્છની વ્યવસ્થા ચલાવીને નિર્ગુણ એવા પોતાને પૂર્વના ગુણરત્નાકર જેવા માને છે. તેથી મહાગુણસંપન્ન એવા ગચ્છને પોતાના ગચ્છ જેવા બતાવે છે. તેઓ સમ્યક્ત્વને પણ ધરાવતા નથી; કેમ કે જો જીવમાં સમ્યક્ત્વ હોય તો ગુણવાન ગચ્છના ગુણોને યથાર્થ જાણીને પોતાની નિર્ગુણતાને પણ યથાર્થ વિચારી શકે અને ગુણવાન ગચ્છને ગુણવાનરૂપે જાણે અને પોતાની નિર્ગુણતાને નિર્ગુણતારૂપે જાણી શકે તેવા સાધુ ક્યારેય ગુણરત્નાકર એવા ગચ્છને પોતાના તુલ્ય કહે નહિ. તેથી ગુણ અને અવગુણને સરખા કરનારા એવા તે સાધુ સમકિત રહિત છે તેમ ધર્મદાસગણી કહે છે. II૧૦ના
અવતરણિકા :
વળી કોઈ અન્ય પ્રકારે અશુદ્ધ માર્ગને માર્ગરૂપે માને છે, તે બતાવે છે -
511211 :
કોઈ કહે જે બકુસકુશીલા, મૂલોત્તરપડિસેવી રે; ભગવઈઅંગે ભાખ્યા તેથી, અન્ત વાત નવિ લેવી રે.’
ગાથાર્થ :
કોઈ કહે છે જે બકુશ કુશીલ સાધુ છે, તે મૂલગુણ અને ઉત્તરગુણ પ્રતિસેવી હોય છે, એમ ભગવતી અંગમાં કહ્યું છે. તેથી અંત વાત નવિ લેવી=અમે મૂલગુણની કે ઉત્તરગુણની પ્રતિસેવના કરતા હોઈએ એટલા માત્રથી અમે સાધુ નથી, એવી વાત લેવી નહિ. ૧૧।।
ભાવાર્થ :
કેટલાક સાધુઓ સ્વયં આચારમાં પ્રમાદી છે અને પોતે સુખશીલિયા હોવાને કારણે સંયમના શુદ્ધ આચારો માટે પોતે ઉદ્યમ કરતા નથી અને ભગવતીસૂત્ર નામના પાંચમા અંગમાં કહ્યું છે કે બકુશ-કુશીલ સાધુઓ મૂલગુણ અને ઉત્તરગુણ
Jain Education International
શ્રીસી ૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org