________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨/ગાથા-૧૧-૧૨ ૩પ પ્રતિસેવી હોય તે વચનને ગ્રહણ કરીને પોતે પણ બકુશ-કુશીલ નિગ્રંથ છે, તેમ કહીને સ્વમતિ અનુસાર પોતે સંયમી છે, એવું આશ્વાસન લે છે. તેઓની આ મતિ ઉચિત નથી, તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી સ્વયં આગળ કરે છે. [૧૧ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ભગવતીસૂત્રના વચનનું અવલંબન લઈને કેટલાક સાધુઓ પોતે પ્રમાદી હોવા છતાં પોતે સાધુ છે, એવો સંતોષ ધારણ કરે છે, તે ઉચિત નથી. તે બતાવવા કહે છે – ગાથા :
તે મિથ્યા નિ:કારણ સેવા, ચરણઘાતિની ભાખી રે;
મુનિને તેહને સભવમાગે, સત્તમઠાણું સાખી રે. શ્રી સી. ૧૨ ગાથાર્થ -
તે મિથ્યા=ભગવતીસૂત્રના આલંબનથી પોતાની વિપરીત આચરણામાં પોતે સુસાધુ છે, તેવો પોતાને જે સંતોષ છે તે મિથ્યા છે; કેમ કે નિકારણ સેવા નિષ્કારણ પ્રતિસેવા ચરણને ઘાત કરનારી ભાખી છે શાસ્ત્રમાં કહેલ છે.
અહીં પ્રશ્ન થાય કે તો ભગવતીસૂત્રમાં સાધુ મૂલગુણ-ઉત્તરગુણ પ્રતિસેવી કેમ કહેલ છે ? તેથી કહે છે –
મુનિને તે પ્રતિસેવના સંભવમાત્રથી જ છે. તેમાં સપ્તમ સ્થાન સાક્ષી છે. TI૧રા ભાવાર્થ :
જે સાધુ સંયમની વૃદ્ધિના પ્રયોજન વગર સંયમની પ્રતિસેવના કરે છે તે પ્રતિસેવના ચારિત્રનો ઘાત કરનારી છે, એમ શાસ્ત્રકારે કહેલ છે. માટે પ્રમાદી સાધુ પ્રતિસેવના કરીને ‘ભગવતીસૂત્ર'ના વચનના અવલંબનથી પોતે સાધુ છે એ પ્રકારનો સંતોષ ધારણ કરે છે તે મિથ્યા છે અને સંયમમાં અપ્રમાદ કરતાં એવા મુનિને ક્યારેક સંભવ માત્રથી પ્રતિસેવના હોય છે, એમ ‘ઠાણાંગસૂત્ર'ના સાતમા સ્થાનમાં કહેલ છે. તેથી જે સાધુ સંયમમાં અભ્યસ્થિત થઈને યતના કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org