________________
૩૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૧૨-૧૩
છે, છતાં ક્યારેક સંભવમાત્રથી પ્રતિસેવના હોઈ શકે અથવા એવા કોઈ વિશિષ્ટ કારણથી પ્રતિસેવના હોઈ શકે, એ સિવાય શાતાના અર્થી સાધુ પ્રતિસેવના કરતા હોય તો તેઓમાં સંયમ નથી, એમ શાસ્ત્રથી સિદ્ધ થાય છે. I૧૨ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે નિષ્કારણ પ્રતિસેવા ચારિત્રનો નાશ કરનારી છે અને મુનિને સંભવ માત્રથી જ પ્રતિસેવતા હોય છે. ત્યાં પ્રશ્ન થાય કે કાળદોષને કારણે આરાધક પણ સાધુ ભગવાનના વચનના નિયંત્રણ નીચે સર્વ પ્રવૃત્તિ કરવા યત્ન કરતા હોય તોપણ ઘણી સ્ખલનાઓ થતી દેખાય છે. તેથી તે સ્ખલનાઓરૂપ પ્રતિસેવનાથી સાધુનું ચારિત્ર નાશ પામશે. માટે વર્તમાનમાં સાધુપણાના અસંભવની પ્રાપ્તિ થશે, તેના સમાધાન માટે કહે છે
-
ગાથા :
પડિસેવા વચને તે જાણો, અતિચારબહુલાઈ રે; ભાવબહુલતાયેં તે ટાલે, પંચવસ્તુ મુનિ ધ્યાઈ રે. શ્રીસી૦ ૧૩ ગાથાર્થ :
પ્રતિસેવાના વચનમાં અતિચારની બહુલતાવાળો તે જાણો=સંયમની આચરણામાં પ્રતિસેવાની પ્રવૃત્તિમાં ઘણા અતિચારવાળો તે સાધુ જાણો. વળી, મુનિ પંચવસ્તુનું ધ્યાન કરીને ભાવબહુલતાથી તે અતિચારોને ટાળે છે=લાગેલા અતિચારોની શુદ્ધિ કરે છે. I[૧૩]I
ભાવાર્થ :
વર્તમાનકાળના દોષને કારણે સાધુ સંયમમાં ઉદ્યમ કરતા હોય તોપણ સંયમની સર્વ ઉચિત આચરણામાં પ્રસંગે પ્રસંગે પ્રતિસેવાને પ્રાપ્ત કરે છે=પ્રમાદવશ સંયમની સ્કૂલનાઓને પ્રાપ્ત કરે છે અને સંયમની પ્રતિસેવાના આચરણથી તે સાધુનું સંયમજીવન અતિચાર બહુલ બને છે=ઘણા અતિચારવાળું બને છે.
આમ છતાં આરાધક સાધુ પંચવસ્તુક ગ્રંથમાં બતાવેલા સંયમના રક્ષણના ઉપાયભૂત અગિયાર દ્વારોથી આત્માને ભાવિત કરે છે. તે અગિયાર દ્વાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org