________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨ગાથા-૧૩-૧૪ અંતર્ગત “અર્થપદની વિચારણા” દ્વાર છે જેમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે સંયમજીવનમાં લાગેલ સૂક્ષ્મ પણ અતિચારથી બ્રાહ્મી-સુંદરી પ્રમુખને સ્ત્રીપણાની પ્રાપ્તિરૂપ મોટો અનર્થ પ્રાપ્ત થયો તો વર્તમાનના જે સાધુઓ ઘણા અતિચારવાળા છે, તેઓ સંયમની આચરણાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકશે ? આ પ્રકારની શંકા કરીને ખુલાસો કર્યો કે આવા અતિચારવાળા ચારિત્રથી તેઓને મોક્ષની પ્રાપ્તિ થશે નહિ.
ત્યારપછી તેનો ઉચિત ઉપાય બતાવતાં કહ્યું કે ભાવશૂન્ય આલોચન માત્ર તો બ્રાહ્મી-સુંદરીએ પણ કરેલ, છતાં તે અતિચારના અનર્થપણારૂપે સ્ત્રીપણાની પ્રાપ્તિ થઈ. તેથી ભાવશૂન્ય આલોચના માત્રથી ઘણા અતિચારવાળા સાધુનું સંયમ શુદ્ધ બને નહિ, પરંતુ કાળ દોષને કારણે ઘણા અતિચારવાળા પણ જે સાધુ નિરતિચાર સંયમ પ્રત્યેના દઢ પક્ષપાતપૂર્વક સંયમમાં લાગેલા અતિચારોની જુગુપ્સા કરે છે અને જે ભાવથી જે અતિચારો થયા છે, તેનાથી અધિક ભાવથી અતિચારોની શુદ્ધિ કરે છે તે સાધુનું સંયમ શુદ્ધ બનશે અને ભાવ બહુલતાથી અતિચારોની શુદ્ધિ થવાને કારણે શુદ્ધ બનેલું એવું તે સંયમ મોક્ષનું કારણ બનશે.
પરંતુ જે સાધુ લાગેલા અતિચારોનું પ્રતિપક્ષભાવો દ્વારા શોધન કરશે નહિ, તેનું સંયમ જીવન ઘણા અતિચારોથી દૂષિત હોવાને કારણે નરકગતિ અને ક્લિષ્ટ તિર્યંચગતિનું કારણ બનશે. આ પ્રકારના પંચવસ્તુક'ગ્રંથના વચનનું ચિંતવન કરીને જે સાધુ ઘણા ભાવથી તે અતિચારને ટાળશે તે સાધુનું વર્તમાનનું શુદ્ધ બનેલું સંયમ કલ્યાણનું કારણ બનશે. ll૧૩ અવતરણિકા -
પૂર્વગાથામાં કહ્યું કે વર્તમાનકાળના સાધુઓ પણ કાળદોષને કારણે લાગેલા ઘણા અતિચારો ભાવબહુલતાથી ટાળે છે. તેથી હવે કયા દોષો આલોચનાથી ટળે છે અને કયા દોષો પ્રાયશ્ચિત્તથી ટળે છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org