________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૯-૧૦
રહેવું જોઈએ અને જે ગચ્છમાં જ્ઞાનાદિ ગુણો હોય નહિ અને પરસ્પર જ્ઞાનાદિ ગુણો વૃદ્ધિનું કારણ બને તેવી ઉચિત સા૨ણા-વારણાદિ પ્રવૃત્તિ ન હોય તેવા ગચ્છનો ત્યાગ કરવો જોઈએ, એમ ‘પંચવસ્તુક’ગ્રંથમાં કહેલ છે.
અહીં વિશેષ એ છે કે જે ગચ્છમાં બહુશ્રુત સાધુઓ છે તે મહાત્મા પાસેથી યોગ્ય સાધુઓને અભિનવ શ્રુતની પ્રાપ્તિ થાય છે અને ભગવાનના વચનના પરમાર્થનો સૂક્ષ્મબોધ થવાથી ભગવાનના વચનમાં સ્થિરશ્રદ્ધા થાય છે. વળી, ગુણવાન સાધુ પરસ્પર યોગ્ય જીવોની સારણા-વારણાદિ કરીને સંયમમાં અપ્રમાદની વૃદ્ધિ કરાવે છે. તેવો ગચ્છ પરસ્પર ઉપકારનું કારણ છે અને જે ગચ્છમાં તે પ્રકારના જ્ઞાનાદિગુણની વૃદ્ધિ થતી નથી, પરંતુ માત્ર ભેગા રહેવાની પ્રવૃત્તિ જ થાય છે, તે નિર્ગુણ ગચ્છનો ત્યાગ કરવો જોઈએ. IIII
અવતરણિકા :
પૂર્વગાથામાં કેવો ગચ્છ સુગુણ છે, તે બતાવ્યું. હવે જે ગચ્છના સંચાલક પોતાનો ગચ્છ તેવો સુગુણ ન હોય તોપણ શાસ્ત્રમાં સુગુણ ગચ્છનું વર્ણન કર્યું છે, તેવો જપોતાનો ગચ્છ છે તેમ સ્થાપન કરે છે તેઓ કેવા છે તે બતાવવા અર્થે કહે છે -
ગાથા :
જે નિરગુણ ગુણરત્નાકરને, આપ સરીખા દાખે રે; સમકિતસાર રહિત તે જાણો, ધર્મદાસગણી ભાખે રે.
33
Jain Education International
ગાથાર્થ :
નિર્ગુણ એવા જેઓ ગુણરત્નાકરને પોતાના સરખા બતાવે છે અર્થાત્ અમારો ગચ્છ ગુણના સમુદાયરૂપ છે, તેમ કહે છે; તેઓ સમકિત સારરહિત જાણો=ધર્મના સારરૂપ એવા સમકિત ગુણથી રહિત જાણો, એમ ધર્મદાસ ગણી કહે છે=ઉપદેશમાલામાં ધર્મદાસ ગણી કહે છે.
For Personal & Private Use Only
શ્રીસી ૧૦
www.jainelibrary.org