________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨/ગાથા-૭-૮,૯
ઘેલાપણું ગયું અને પૂર્વની જેમ સુવ્યવસ્થા થઈ, તેમ વિષમકાળમાં પણ સુંદર ગચ્છનો યોગ થાય ત્યારે નિર્ગુણ એવા ઘેલા ગચ્છનો ત્યાગ કરીને જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરનાર ગચ્છમાં વસવું જોઈએ, એ પ્રકારે ‘કલ્પભાષ્ય'ના વચનના નિર્ધારથી ‘ઉપદેશપદ’માં કહેલું છે, તે પ્રમાણે ઘેલા ગચ્છમાં વસનારા સાધુએ પણ માર્ગને જાણીને ભાવથી તો માર્ગનો જ આદર કરવો જોઈએ. પરંતુ સંયોગ પ્રમાણે પ્રવૃત્તિ કરીને પણ અંતઃકરણની વૃત્તિથી ભગવાનના વચનથી અન્યથા પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. II૭-૮વા
૩૨
અવતરણિકા :
નિર્ગુણ ગચ્છમાં વસવાનો નિષેધ છે, અને કારણે નિર્ગુણ ગચ્છમાં રહેવું પડે તો કેવી રીતે રહેવું તે રાજા અને મંત્રીના દૃષ્ટાન્તથી પૂર્વમાં સ્પષ્ટ કર્યું. હવે કેવો ગચ્છ આદરવા જેવો છે અને કેવો ગચ્છ ત્યાગ કરવા યોગ્ય છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાથા :
જ્ઞાનદિકગુણવન્ત પરસ્પર, ઉપગારે આદરવો રે; પંચવસ્તુમાં ગચ્છ સુગુણને, અવર કહ્યો છે ત્યજવો રે.
ગાથાર્થ :
જ્ઞાનાદિ ગુણવાળા એવા સાધુઓ પરસ્પર ઉપકાર કરે એવા સુગુણ ગચ્છને આદરવો અને એનાથી વિપરીત ગચ્છને ત્યજવો એમ ‘પંચવસ્તુ’માં કહેલ છે.
શ્રીસી ૯
ભાવાર્થ :
જે ગચ્છમાં સાધુઓ ભગવાનના વચનના બોધવાળા છે, ભગવાનના વચનમાં સ્થિર રુચિવાળા છે અને ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા છે તે ગચ્છ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે અને તેવા ગચ્છમાં રહેલા સાધુઓ પરસ્પર એકબીજાના જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિમાં ઉપકારક થાય છે અને તેવા ગુણવાળો ગચ્છ સ્વીકારવો જોઈએ. અર્થાત્ એવા ગુણવાળા ગચ્છમાં આરાધક સાધુએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org