________________
શ્રી સીમંધરસ્વામીનું રૂ૫૦ ગાથાનું સ્તવનઢાળ-૨/ગાથા-૭-૮ ગચ્છમાં વસતી વખતે માર્ગાનુસારી ઉચિત પ્રવૃત્તિ શું છે, તેને જાણીને ભાવથી તે પ્રવૃત્તિને આદરવી જોઈએ; એમ “કલ્પભાષ્ય'ના વચનનો નિર્ધાર કરીને ઉપદેશપદમાં કહ્યું છે. llcil ભાવાર્થ :
કોઈ એક નગરમાં નૈમિત્તિકે કહ્યું કે મહિના પછી કુવૃષ્ટિ થશે અને તે કુવૃષ્ટિનું પાણી જે પીશે તે ઘેલા થશે અને ત્યારપછી અમુક કાળે ફરી સુવૃષ્ટિ થશે અને તે પાણી પીવાથી ઘેલછા જશે. તેથી રાજાએ નગરના લોકોને પાણીનો સંગ્રહ કરવાનું સૂચન કર્યું અને કુવૃષ્ટિનું પાણી પીવાનો નિષેધ કર્યો અને લોકોએ તે પ્રમાણે સ્વશક્તિ અનુસાર પાણીનો સંગ્રહ કર્યો. રાજાએ અને મંત્રીએ પણ પાણીનો સંગ્રહ કર્યો. ત્યારબાદ નૈમિત્તિકના કથન પ્રમાણે મહિના બાદ કુવૃષ્ટિ થઈ. લોકો કુવૃષ્ટિનું પાણી પીતા નથી, પરંતુ પોતાના સંચિત પાણીનો ક્ષય થવાથી કુવૃષ્ટિનું પાણી પીવે છે અને ઘેલા બને છે. રાજા અને મંત્રી પાસે પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી કુવૃષ્ટિનું પાણી પીતા નથી. તેથી રાજા ને મંત્રી ઘેલા બનતા નથી અને ઘેલા બનેલા લોકો જે પ્રકારે ચેનચાળા કરે છે અને નાચે છે, તે પ્રકારે રાજા ને મંત્રી ચેનચાળા કરતા નથી કે નાચતા નથી. લોકો વિચારે છે કે આ રાજા ને મંત્રી ઘેલા છે. તેથી આપણાથી જુદા પ્રકારનું વર્તન કરે છે. માટે આ રાજા અને મંત્રીને દૂર કરવા જોઈએ. લોકોનો અભિપ્રાય જાણીને મંત્રીએ રાજાને કહ્યું કે જ્યાં સુધી સુવૃષ્ટિ થાય નહિ ત્યાં સુધી આપણે પણ આ લોકોની સાથે બહારથી તેમના જેવી ઘેલી પ્રવૃત્તિ કરવી પડશે. અન્યથા આ લોકો આપણને જીવવા નહિ દે. તે વખતે મંત્રીની સલાહ પ્રમાણે અંદરથી તાજા એવા રાજા અને મંત્રી બહારથી ઘેલાની જેમ પ્રવૃત્તિ કરે છે.
તેમ - વિષમકાલના જોરે ઘેલા લોકો જેવા નિર્ગુણ ગચ્છમાં વસવું પડે અને સંયોગ પ્રમાણે કદાચ બાહ્યથી પ્રવૃત્તિ કરવી પડે તોપણ ભાવથી તો સદા જિનવચનનું સ્મરણ કરીને જિનવચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાનો અધ્યવસાય રાખીને સ્વશક્તિ અનુસાર તે રીતે યત્ન કરવો જોઈએ. જેથી અંતરંગ રીતે સમભાવનો પરિણામ નાશ પામે નહિ, અને જ્યારે તે નગરમાં સુવૃષ્ટિ થઈ ત્યારે લોકોનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org