________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૬-૭-૮
અનુસાર કોઈક વિપરીત પ્રવૃત્તિ પણ કરવી પડે તો દ્રવ્ય થકી=બાહ્ય આચારથી તે પ્રકારનો વ્યવહાર ચલાવી લેવો જોઈએ, પરંતુ ક્લેશ કરવો જોઈએ નહિ અને ભાવથી તે ગચ્છની વિપરીત પ્રવૃત્તિમાં ઉલ્લસિત થવું જોઈએ નહિ. પણ ભગવાનના વચન અનુસાર શું ઉચિત પ્રવૃત્તિ છે, તેનું સ્મરણ કરીને સંયોગ પ્રાપ્ત થશે તો હું તે પ્રમાણે ઉચિત જ કરીશ; આ રીતે માર્ગાનુસારી ઉચિત પ્રવૃત્તિ પ્રત્યેના દૃઢ પ્રતિબંધને ધારણ કરીને માત્ર કાયાની ક્રિયાથી તે ગચ્છની પ્રવૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરે તો તે આરાધક સાધુને દોષની પ્રાપ્તિ થાય નહિ. પરંતુ જો અંતરંગ રીતે જાગૃતિ ન રહે અને ગચ્છની પ્રમાદની પ્રવૃત્તિના નિમિત્તથી સ્વયં પણ તે પ્રકારની પ્રવૃત્તિ કરવાના પ્રમાદવાળા થાય તો આરાધક સાધુનો પણ વિનાશ થાય. II9
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે કારણથી નિર્ગુણ ગચ્છમાં રહેવું પડે તોપણ ભાવથી ઉલ્લસિત થવું જોઈએ નહિ, તે કથન દૃષ્ટાન્તથી સ્પષ્ટ કરે છે
30
511211 :
જિમ કુવૃષ્ટિથી નગરલોકને, ઘહેલા દેખી રાજા રે; મંત્રી સહિત ઘહેલા હોઈ બેઠા, પણ મનમાંહે તાજા રે. શ્રીસી ૭
ઈમ ઉપદેશપદે એ ભાખ્યું, તિહાં મારગઅનુસારી રે; જાણીને ભાવે આદરીયે, કલ્પભાષ્ય નિરધારી રે. શ્રીસી ૮ ગાથાર્થ ઃ
જેમ કુવૃષ્ટિથી નગરના લોકને ઘેલા જોઈને મંત્રી સહિત રાજા ઘેલા થઈને બેઠા, પણ મનમાં તાજા (રહ્યા) તેમ નિર્ગુણી ગચ્છમાં ભાવથી ભગવાનના વચન અનુસાર પ્રવૃત્તિ કરવા તત્પર થવું જોઈએ, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ।।૭।।
અને આ પ્રકારે=રાજા અને મંત્રીના દૃષ્ટાન્તથી નિર્ગુણ ગચ્છમાં ઉધમ કરવો જોઈએ, એ પ્રકારે ‘ઉપદેશપદ'માં કહ્યું છે અને નિર્ગુણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org