________________
૨૯
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૨/ગાથા-પ-૬ પક્ષપાતથી તે નિર્ગુણી સાધુનો પ્રમાદ પોષાય છે અને તે પ્રમાદ પોષવા પ્રત્યે ગુરુ કારણ બને છે અને તે નિર્ગુણી સાધુના પ્રમાદના બળથી અન્ય કોઈ સાધુનો વિનાશ થાય તો તેમાં પણ તે ગુરુ કારણ છે. તેથી ગુણ વૃદ્ધિમાં ઉદ્યમને કહેનાર ભગવાનના માર્ગનો નાશ થાય છે. તેથી ગચ્છાચારપયન્ના'માં તેવા ગુરુને માર્ગનો નાશ કરનારા કહેલ છે. આપણે અવતરણિકા -
જે ગચ્છમાં નિર્ગુણી સાધુઓ હોય અને તે નિર્ગુણી સાધુનો પણ ગુરુ પક્ષપાત કરતા હોય તો તે ગચ્છ નિર્ગુણી છે અને તેનો ત્યાગ કરવો જોઈએ, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે વિષમકાળને કારણે ગુણસંપન્ન ગચ્છ પ્રાપ્ત ન થાય અને આરાધક સાધુએ નિર્ગુણ ગચ્છમાં રહેવું પડે તો શું ઉચિત કરવું જોઈએ, જેથી આરાધક સાધુના સંયમનું રક્ષણ થાય, તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
વિષમકાલમાં નિરગુણગચ્છે, કારણથી જો વસીયે રે;
દ્રવ્યથકી વ્યવહારે ચલિયે, ભાવે નવિ ઉલ્લસિયે રે. શ્રીસી, ૬ ગાથાર્થ :
વિષમકાળમાં વર્તમાનનો પાંચમાઆરારૂપ જે વિષમકાળ છે તે કાળમાં, કારણથી સારા ગચ્છની પ્રાપ્તિ ન થઈ હોય તે કારણથી, જો નિર્ગુણ ગરચ્છમાં વસવું પડે તો દ્રવ્યથી તે ગચ્છ પ્રમાણે વ્યવહાર ચલાવવો જોઈએ. ભાવથી તે ગચ્છની પ્રવૃત્તિમાં ઉલ્લસિત થવું જોઈએ નહિ. III ભાવાર્થ :
વર્તમાનનો કાળ વિષમ છે અને આવા વિષમકાળમાં ગુણવાન ગચ્છ દુર્લભ છે, તેથી કોઈ આરાધક સાધુને પણ ગુણવાન ગચ્છની અપ્રાપ્તિ હોય તો કારણે નિર્ગુણ ગચ્છમાં પણ વસે અને ગુણવાન ગચ્છની પ્રાપ્તિ થાય ત્યારે નિર્ગુણ ગચ્છનો ત્યાગ કરીને ગુણવાન ગચ્છનો સ્વીકાર કરે. પરંતુ જ્યાં સુધી ગુણવાન ગચ્છની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિર્ગુણ ગચ્છમાં વસીને તે ગચ્છ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org