________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૨/ગાથા-૪-૫ સુસાધુપણાનો નાશ થશે નહિ.” એ પ્રકારનું આલંબન લઈને અન્ય સાધુઓ વિનાશ પામે. જા અવતરણિકા :
પૂર્વગાથામાં ગચ્છમાં રહેલા પણ નિર્ગુણી સાધુ સાધુ નથી, તેમ સ્થાપન કર્યું. હવે ગચ્છમાં રહેલા નિર્ગુણી સાધુ પ્રત્યે ગુરુ પક્ષપાત રાખે તો શું અનર્થ થાય છે ? તે બતાવે છે –
ગાથા :
નિરગુણનો ગુરુ પક્ષ કરે છે, તસ ગચ્છ ત્યજવો દાખ્યો રે;
તે જિનવરમારગનો ઘાતક, ગચ્છાચારે ભાખ્યો રે. શ્રી સી. ૫ ગાથાર્થ :
જે ગુરુ નિર્ગુણીનો પક્ષ કરે તેનો ગચ્છ તે ગુરુનો ગચ્છ ત્યાગ કરવો જોઈએ, એમ શાસ્ત્રમાં કહેલું છે. વળી, તે નિર્ગુણીનો પક્ષ કરનાર ગુરુ, જિનવર માર્ગના ઘાતક છે, એમગચ્છાચાર પયન્ના'માં કહ્યું છે. પII ભાવાર્થ -
જે સાધુ સંયમની ક્રિયાઓમાં ઉત્થિત થઈને ગુણ વૃદ્ધિ માટે ઉદ્યમ કરતા નથી, તેઓ ગચ્છમાં હોવા છતાં ભગવાને બતાવેલી સંયમની ક્રિયાઓ યથાતથા કરીને ભગવાનના માર્ગ પ્રત્યે અનાદરવાળા છે અને તેવા નિર્ગુણી સાધુનો ગુરુ, પક્ષપાત કરે અર્થાત્ તેના પ્રમાદની ઉપેક્ષા કરે કે તેનો પ્રમાદ જોઈને પણ આ સુસાધુ છે, તે પ્રકારનો શિષ્યોમાં તેનો પક્ષપાત કરે, તો તેવા ગુરુના ગચ્છનો ત્યાગ કરવો જોઈએ, અર્થાત્ અન્ય સુસાધુઓએ તે ગુરુના ગચ્છનો ત્યાગ કરીને સારા ગચ્છનો આશ્રય કરવો જોઈએ; એમ શાસ્ત્રમાં કહેલ છે.
વળી, તે ગુરુ સ્વયં સંયમમાં અપ્રમાદવાળા હોય છતાં નિર્ગુણી સાધુ પ્રત્યે પક્ષપાતવાળા હોય તો તે ભગવાનના શાસનના માર્ગના ઘાતક છે, એમ ગચ્છાચારપયન્ના' માં કહેલ છે.
આશય એ છે કે, ગુણના પક્ષપાતથી ભગવાનનો માર્ગ ચાલે છે અને જે ગીતાર્થ પણ ગુરુ કષાયને વશ થઈ નિર્ગુણી એવા સાધુનો પક્ષપાત કરે તો તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org