________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૪ અને અવગુણવાળા સાધુને સરખા કરતો, એવો તે=પૂર્વપક્ષી, જિનશાસનનો વૈરી છે જિનશાસનના સિદ્ધાન્તનો અપલાપ કરનાર છે.
ગચ્છમાં રહેલા નિર્ગુણ સાધુને સાધુરૂપે સ્વીકારવાથી શું અનર્થ થાય ? તે બતાવે છે.
નિર્ગુણ એવો સાધુ જો નિજઈદે ચાલે પોતાની મતિ પ્રમાણે સાધ્વાચારની ક્રિયા કરે તો ગચ્છ થાયે વૈરી રેકતો ગચ્છ પોતાનો વેરી થાય અર્થાત પોતાનો વિનાશ કરનારો થાય. ll૪ll ભાવાર્થ :
કોઈ કહે છે તેમ ગચ્છમાં રહેલા નિર્ગુણી સાધુને પણ સાધુ તરીકે સ્વીકારવામાં આવે તો, એક ગચ્છમાં રહેલા ગુણસંપન્ન સાધુ અને નિર્ગુણ સાધુ સરખા છે તેમ સ્વીકાર થાય છે, અને તેમ સ્વીકારનાર જિનશાસનનો વૈરી બને છે; કેમ કે ગુણની વૃદ્ધિથી જ કલ્યાણની પ્રાપ્તિ છે તેમ જિનશાસન સ્વીકારે છે. હવે ગુણરહિતને પણ સાધુ તરીકે સ્વીકારવામાં આવે તો ગુણસંપન્નને જ સાધુ કહેનાર જિનવચનનો અપલોપ થાય છે.
વળી, ગચ્છમાં રહેલા નિર્ગુણીને સાધુ સ્વીકારીને વ્યવહાર કરવામાં આવે તો શું અનર્થ પ્રાપ્ત થાય, તે બતાવે છે. નિર્ગુણી સાધુ ગચ્છમાં રહેલ હોય અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે તો તે આખો ગચ્છ પોતાનો વૈરી થાય=પોતાનો વિનાશ કરનાર થાય; કેમ કે નિર્ગુણ સાધુ પોતાની મતિ પ્રમાણે ચાલે છે અને તેની સાથે સુસાધુ તરીકે વ્યવહાર કરવામાં આવે તો તે નિર્ગુણ સાધુનું અવલંબન લઈને ગચ્છના અન્ય સુસાધુ પણ પ્રમાદમાં પડે અને તેઓનો વિનાશ થાય; કેમ કે જીવનો સ્વભાવ છે કે કોઈકના પ્રમાદને જોઈને પોતાને પણ પ્રમાદ થવાનો સ્વભાવ પ્રાપ્ત થાય અને ગચ્છમાં રહેલા નિર્ગુણી સાધુને “આ સુસાધુ નથી, તે પ્રકારનો વ્યવહાર કરવામાં આવે તો તેના વિષયક નિંદાવચનને કારણે ગચ્છની બહાર ન થયા હોય તો પણ તેને અવલંબીને અન્ય સાધુઓને પ્રમાદ થવાની સંભાવના ઓછી રહે છે. પરંતુ સ્વઈચ્છા અનુસાર નિર્ગુણી પણ એવા તેને સુસાધુ કહેવામાં આવે તો અન્ય સાધુને પણ વિચાર આવે કે “આ રીતે વર્તન કરવા છતાં પણ જો આ સુસાધુ છે તો આપણે પણ તે પ્રમાણે કરીએ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org