________________
૨૬
ગાથાર્થ :
કોઈ કહે છે જે ગચ્છથી ટળ્યા નથી=ગચ્છથી બહાર કરાયા નથી, તે નિર્ગુણ પણ સાધુ છે=સાધુના ગુણોથી રહિત હોય તોપણ સાધુ છે. તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે –
જેનો જ્ઞાતિને બાધ નથી=જેને જ્ઞાતિમાંથી બહાર કરાયા નથી, તેવા નિર્ગુણ પણ જ્ઞાતિમાં ગણાય છે. II3II
ભાવાર્થ :
કેટલાક કહે છે કે કોઈ સાધુ આચારમાં શિથિલ હોય, તોપણ જ્યાં સુધી તેઓને ગચ્છ બહાર ન કરવામાં આવે ત્યાં સુધી તે સાધુ જ છે. માટે બાહ્ય આચારોમાં શિથિલ હોય, એટલા માત્રથી “આ સાધુ નથી” તેવો વ્યવહાર કરી શકાય નહિ અને તેમાં પૂર્વપક્ષી વ્યવહારની સ્થૂલદષ્ટિથી યુક્તિ આપે છે.
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૩-૪
જેમ જ્ઞાતિમાં રહેલાને જ્યાં સુધી તે જ્ઞાતિવાળા આગેવાનો જ્ઞાતિની બહાર કરે નહિ, ત્યાં સુધી તે પુરુષ તે જ્ઞાતિનો છે, તેમ વ્યવહાર થાય છે. માટે ગચ્છમાં રહેલા નિર્ગુણી સાધુને પણ સુસાધુ માનીને સર્વ વ્યવહાર કરવો જોઈએ. II3II
અવતરણિકા :
પૂર્વમાં કોઈકનો મત બતાવ્યો, તે ઉચિત નથી. તે બતાવવા અર્થે કહે છે –
51121 :
ગુણ અવગુણ ઈમ સરિખા કરતો, તે જિનશાસન-વૈરી રે; નિરગુણ જો નિજછન્દે ચાલે, તો ગચ્છ થાએ સ્વૈરી રે.
શ્રીસી ૪
ગાથાર્થ :
આ પ્રમાણે=પૂર્વગાથામાં ગચ્છમાં રહેલા નિર્ગુણ સાધુને પણ સાધુ સ્વીકાર્યા એ પ્રમાણે, ગુણ-અવગુણ સરખા કરતો=ગુણવાળા સુસાધુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org