________________
૨૫
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન|ઢાળ-૨ગાથા-૨-૩ અવતરણિકા :
ભગવાનને વિનંતી કરતા કહે છે – ગાથા :
શ્રી સીમંધરસાહિબા સુણજો, ભરતક્ષેત્રની વાતો રે; લહું દેવ! કેવલ-રતિ ઇણે યુગે, હું તો તુજ ગુણ રાતો રે;
શ્રી સી. ૨ ગાથાર્થ :
હે સીમંધરસ્વામી ભગવાન ! આપ ભરતક્ષેત્રની વાતો સાંભળો ભરતક્ષેત્રના જીવો ધર્મના વિષયમાં જે કહે છે તે વિનંતીરૂપે પોતે અત્યાર સુધી કહ્યું કે તમે સાંભળો. હે દેવ ! આ યુગમાં હું તમારા ગુણમાં રક્ત કેવળ રતિ લહુ છું. ll ભાવાર્થ -
ધર્મના વિષયમાં ભરતક્ષેત્રના જીવો જે કહે છે તેનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ ઢાળ-૧માં કર્યું અને તે નિરૂપણને સામે રાખીને ભગવાનને વિનંતી કરતા કહે છે : હે સીમંધરસ્વામી ભગવાન ! ભરતક્ષેત્રની ધર્મવિષયક મિથ્યા ભ્રાન્તિની વાતો તમે સાંભળો પરંતુ આ સર્વ ભ્રાન્તિમાં મને કોઈ રસ નથી. મને તો આપના વીતરાગતા આદિ ગુણો છે, તે ગુણોમાં રક્ત રહેવામાં જ કેવળ રતિ છે. તેથી એ ફલિત થાય છે કે વીતરાગના ગુણોમાં રક્ત રહેવાથી હું આ સંસારસાગરને તરી શકીશ. પરંતુ ભરતક્ષેત્રની અસંબદ્ધ માન્યતાઓથી સંસારનો પાર પામી શકીશ નહિ. શા અવતરણિકા :વળી, કોઈ અન્ય પ્રકારે અશુદ્ધ માર્ગને માર્ગરૂપે માને છે, તે બતાવે છે –
ગાથા :
કોઈ કહે જે ગચ્છથી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધો રે; નાતિમાંહે નિરગુણ પણ ગણીયે, જસ નહી નાતિ બાધો રે.”
શ્રીસી ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org