________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-ર/ગાથા-૧
ઢાળ બીજી :(આદર જીવ ક્ષમાગુણ આદર-એ દેશી અથવા રાગ આસાઉરી;ઉપશમ આણો-એ દેશી)
અવતરણિકા :વળી, કોઈ અન્ય પ્રકારે અશુદ્ધ માર્ગને માર્ગરૂપે માને છે, તે બતાવે છે –
ગાથા :
કોઈ કહે અમે ગુરુથી તરસું, જિમ નાવાથી લોહા રે;'
તે મિથ્યા ન લહે સહવાસે, કાચ પાચની સોહા રે. ૧ ગાથાર્થ :
કોઈ કહે છે કે અમે ગુરુથી તરશું અર્થાત્ ગુરુને શરણે રહીશું તો તરી જઈશું, જેમ નાવથી લોખંડ તરે છે. તેને ગ્રંથકાર કહે છે ? તે મિથ્યા છે કોઈ કહે છે તે મિથ્યા છે. કેમ મિથ્યા છે ? તે સ્પષ્ટ કરતા કહે છે. પારસમણિની સાથે સહવાસથી કાય શોભા ને પામતો નથી. IIII ભાવાર્થ -
કેટલાક માર્ગના વિષયમાં કહે છે ગુણવાન ગુરુ સાથે વસવાથી અમે તરી જઈશું. તેમ કહીને પોતે મોહનાં ઉમૂલન માટે સમ્યક્ યત્ન કરતા નથી. અને ગુરુના બળથી અમે તરી જઈશું, એમ માને છે અને તેમાં તેઓ યુક્તિ આપે છે કે લોખંડ પાણીમાં તરતું નથી પણ નાવથી લોખંડ તરી શકે છે. તેમ ગુરુના બળથી અમે પણ તરી જઈશું. તેઓને ગ્રંથકાર શ્રી કહે છે કે તેઓનું તે વચન મિથ્યા છે. તેમાં મુક્તિ આપે છે કે કાચને પારસમણિની સાથે રાખવામાં આવે તો કાચ પારસમણિની શોભા પામે નહિ. તેમ જે જીવ પારસમણિ જેવા ગુણવાન ગુરુની પાસે રહે પરંતુ યોગમાર્ગમાં સમ્યક ઉદ્યમ ન કરે તો યોગી બને નહિ અને યોગી બન્યા વગર માત્ર ગુરુના સહવાસથી સંસારથી વિસ્તાર થાય નહિ. ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org