________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન ટાળ-૧/ગાથા-૨૪ થાય છે. તેને સામે રાખીને ભગવાન તોષ પામે છે અને ભગવાન તોષ પામીને બધી આપત્તિઓ દૂર કરે છે, તેમ ઉપચારથી કહેવાય છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જે ભગવાનની આજ્ઞા પાળે છે, તેના ઉપર ભગવાન તોષ પામે છે અર્થાત્ ભગવાનના તોષના ફલરૂપે સર્વ કલ્યાણની પરંપરા તેને પ્રાપ્ત થાય છે અને આજ્ઞાપાલનથી જ તેની બધી આપત્તિઓ દૂર થાય છે અર્થાત્ દુર્ગતિના પરિભ્રમણરૂપ બધી આપત્તિઓ દૂર થાય છે. તેથી વ્યવહારથી ઉપચાર કરીને કહેવામાં આવે છે કે ભગવાને બધી આપદા કાપી અને ભગવાનની આજ્ઞા અનુસાર જેઓ યોગમાર્ગમાં ઉદ્યમ કરે છે, તેઓ ભગવાનની ભક્તિકાળમાં જે જે માંગે છે, તેનાથી યોગમાર્ગને સેવવાના બળનો સંચય થાય છે. તેથી તેવા આજ્ઞાકારી જીવો ભગવાનની ભક્તિ કરીને જે જે યાચના કરે છે, તેના ફળરૂપે તેઓને સદ્ગતિની પરંપરાની પ્રાપ્તિ થાય છે. તેથી લોકમાં પણ આ મહાત્મા છે, તે પ્રકારની કીર્તિ ફેલાય છે અને તે આજ્ઞાકારી પુરુષને સતિઓના સુખ અને અંતે મોક્ષના સુખરૂપ લીલા પ્રાપ્ત થાય છે. તેથી આજ્ઞાકારી પુરુષને ભગવાન પાસે કરેલી યાચના દ્વારા જશ અને લીલા પ્રાપ્ત થાય છે, તેને સામે રાખીને ભગવાન આજ્ઞાકારી પુરુષને યશ અને લીલા આપે છે, તેમ કહેવાય છે. ર૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org