________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧/ગાથા-૨૩-૨૪
છે; કેમ કે વર્તમાનકાળમાં માર્ગવિષયક અપ્રમાદભાવથી કરાયેલા યત્નને કારણે અપ્રમાદભાવના સંસ્કારો પડે છે અને અપ્રમાદભાવથી માર્ગવિષયક કરાયેલી પ્રવૃત્તિકાળમાં બંધાયેલું પુણ્ય ભવિષ્યમાં માર્ગ પ્રાપ્તિનું કારણ બને છે. પરંતુ જેઓ વર્તમાનકાળમાં શક્તિ અનુસાર માર્ગને સેવવામાં પ્રમાદ કરે છે અને માત્ર પ્રાર્થનાના બળથી ભવિષ્યમાં પોતાને માર્ગ મળશે, એવી અપેક્ષા રાખે છે તેઓને માર્ગની નિષ્પત્તિમાં રહેલો પ્રમાદભાવ પ્રમાદના સંસ્કારો નાખશે અને માર્ગમાં શક્ય પ્રયત્ન પ્રત્યેનો ઉપેક્ષાભાવ માર્ગની પ્રાપ્તિમાં વિઘ્નભૂત કર્મબંધનું કારણ થશે. તેથી માત્ર ભગવાનની પાસે યાચના કરવાથી માર્ગની પ્રાપ્તિ થાય નહિ, એમ ‘ઉપદેશમાલા’ગ્રંથમાં કહ્યું છે. II૨૩॥
અવતરણિકા :
ગાથા-૨૨/૨૩માં કહ્યું કે માત્ર ભગવાનની પાસે મોક્ષમાર્ગને માંગવાથી માર્ગની પ્રાપ્તિ થાય તેમ નથી. તેથી જિજ્ઞાસા થાય કે ભગવાનની પાસે માંગવાથી કેવા જીવોને માર્ગની પ્રાપ્તિ થશે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે -
૨૨
ગાથા :
આણા પાલે સાહેબ તૂસે, સકલ આપદા કાપે; આણાકારી જે જન માગે, તસ જસલીલા આપે રે.
ગાથાર્થ ઃ
આણા પાળે સાહેબ તુસે=જે જન ભગવાનની આજ્ઞા પાળે તેના ઉપર ભગવાન તોષ પામે અને સકલ આપદાને કાપે=તે જનની બધી આપત્તિઓને દૂર કરે. આજ્ઞાકારી જન જે માંગે=ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર પુરુષ ભગવાનની પાસે મોક્ષમાર્ગને માંગે તેને ભગવાન જશલીલા આપે=કીર્તિ અને સુખસંપત્તિ આપે. ।।૨૪।।
જિનજી ! ૨૪
ભાવાર્થ :
ભગવાન સર્વજ્ઞ વીતરાગ છે. કોઈના ઉપર તોષ પામતા નથી કે રોષ પામતા નથી. આમ છતાં ભગવાનની આજ્ઞાના પાલનથી જીવને હિતની પ્રાપ્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org