________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧/ગાથા-૨૩
અવતરણિકા :
પૂર્વમાં કહેલા કોઈકના માર્ગના વિષયમાં ભ્રમને દૂર કરવા કહે છે –
ગાથા :
પામી બોધ ન પાલે મૂરખ, માગે બોધ વિચાલે; લહિયે તેહ કહો કુણ મૂલે ? બોલ્યું ઉપદેશમાલે રે.
૨૧
ગાથાર્થ :
બોધ પામીને મૂર્ખ પાળે નહિ તો ક્યા વિચારે બોધને માંગે છે=ભગવાન પાસે બોધને માંગે છે તેને હિતશિક્ષા આપતા કહે છે કે ભગવાન પાસે જે તે માંગે છે, તે ક્યા મૂલ્યથી પ્રાપ્ત કરશે ? એ પ્રમાણે “ઉપદેશમાલા”માં કહ્યું છે. II૨૩]I
Jain Education International
જિનજી ! ૨૩
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું તે પ્રમાણે કોઈક વિચારે છે કે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરશું એટલે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે “વર્તમાનમાં પોતાને બોધ થયો છે કે સંસારમાર્ગ અહિતકારી છે અને મોક્ષમાર્ગ હિતકારી છે. આમ છતાં, સ્વશક્તિ અનુસાર ગુણનિષ્પત્તિ માટે જે મૂર્ખ પ્રયત્ન કરતો નથી અને ભગવાન પાસે માગે છે કે મને મોક્ષમાર્ગને અનુકૂળ ગુણસંપત્તિ આપો. એટલે વર્તમાનમાં સ્વશક્તિ હોવા છતાં શક્તિ અનુસાર શાસ્ત્રના ૫૨માર્થને જાણવા, જાણીને સ્થિર કરવા અને તદ્અનુસાર સ્વશક્તિ પ્રમાણે ગુણનિષ્પત્તિમાં ઉદ્યમ કરવા જેઓ યત્ન કરતા નથી, પરંતુ તે પ્રકારના યત્નમાં પ્રમાદ કરે છે અને વિચારે છે કે નિર્ગુણીને પણ સાહિબ તારે છે માટે સાહિબની ભક્તિ કરીને અમે તરશું. પરંતુ જેઓ વર્તમાનકાળમાં માર્ગની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરતા નથી, તેઓ ભવિષ્યમાં કયા મૂલ્યથી માર્ગને પ્રાપ્ત કરશે” ? અર્થાત્ શક્તિના પ્રકર્ષથી માર્ગને આત્મામાં નિષ્પન્ન કરવાનો ઉદ્યમ કરવો એ માર્ગની પ્રાપ્તિનો ઉપાય છે અને જેઓ શક્તિના પ્રકર્ષથી માર્ગને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરે છે, તેઓને તે ઉદ્યમના મૂલ્યથી જ જન્માંત૨માં માર્ગ પ્રાપ્ત થાય
For Personal & Private Use Only
www.jainelibrary.org