________________
૨૦
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન-ઢાળ-૯/ગાથા-૧૯-૨૦
ગાથા :
સગુરુ પાસે શીખતાં, અર્થ માંહિ ન વિરોધ; જિનજી
હેતુવાદ આગમ પ્રતે, જાણે જેહ સુબોધ. જિનજી ! ૧૯ ગાથાર્થ :
સદ્ગુરુ પાસે શીખતાં-સદ્ગુરુ પાસે નિયુક્તિ, ભાષ્યાદિ અર્થો ભણતા, અર્થમાં વિરોધ નથી પરસ્પર સાપેક્ષ કથનો હોવાથી અર્થમાં વિરોધ નથી. વળી, નિર્યુક્તિ, ભાષ્યાદિ ભણવાથી આગમ પ્રત્યે હેતુવાદ જાણે=આગમને આશ્રયીને કયા હેતુથી કર્યું કથન છે તેના ભાવ જાણે, જેહ=જેનાથી, સુબોધ થાય=સુંદર બોધ થાય. I૧૯ll ભાવાર્થ –
સ્થાનકવાસી જિનપ્રતિમાને માનતા નથી અને જિનપ્રતિમાની સિદ્ધિ નૃત્યાદિથી થાય છે તેથી તૃત્યાદિને અપ્રમાણ કહેવા માટે વૃત્યાદિના ભિન્ન-ભિન્ન વચનોને ગ્રહણ કરીને તે કહે છે કે નૃત્યાદિમાં જે અર્થો પ્રાપ્ત થાય છે તેમાં પરસ્પર વિરોધ છે માટે સર્વજ્ઞ કથિત આગમ જ પ્રમાણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે સદ્ગુરુ પાસે વૃત્યાદિના આધારે જો આગમના અર્થો ભણવામાં આવે તો અર્થમાં કોઈ વિરોધ નથી પરંતુ આગમમાં આ કથન કઈ અપેક્ષાએ કહ્યું છે તેના હેતુવાદની પ્રાપ્તિ થાય છે અને આગમના વચનો કઈ અપેક્ષાએ કહ્યા છે તે ગુરુ પાસે જાણવાથી શિષ્યને સુબોધ થાય છે. આ રીતે આગમના કથનો કઈ અપેક્ષાએ છે તેનો યથાર્થ બોધ કરવાનો ઉપાય નૃત્યાદિ છે માટે તેને અપ્રમાણ સ્વીકારી શકાય નહિ. ૧૯ અવતરણિકા :
આગમ ઉપર રચાયેલી વૃત્તિરૂપ અર્થમાં મતભેદને સામે રાખીને સ્થાનકવાસી કહે છે કે અર્થમાં ઘણા મતભેદ છે માટે અર્થ પ્રમાણ થઈ શકે નહિ, સૂત્ર જ પ્રમાણ થઈ શકે તેને ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org