________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવનઢિાળ-૯/ગાથા-૧૮-૧૯
૧૯
અવતરણિકા :
વળી, સુવિહિત પુરુષોએ કરેલી આગમ ઉપરની વૃત્યાદિને સ્વીકારવામાં ન આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – ગાથા :
પુસ્તક અર્થ પરમ્પરા, સઘલી જેહને હાથ; જિનજી! તે સુવિહિત અણમાનતાં, કિમ રહસે નિજ આથ ?
જિનાજી ! ૧૮ ગાથાર્થ -
પુસ્તક આગમના મૂળ સૂત્ર, અર્થસૂત્રથી વાચ્ય વિશિષ્ટ અર્થ, પરંપરા ગુરુની પરંપરા, સઘળી જેમના હાથમાં છે જેમને પ્રાપ્ત થયેલી છે, તે સુવિહિતોને અણમાનતા=અપ્રમાણ કહેતા, નિજ આથ કિમ રહસે પોતાની સખ્યત્ત્વરૂપ લક્ષમી કેમ રહેશે ? અર્થાત્ સમ્યક્ત નાશ પામશે. II૧૮ll ભાવાર્થ :
જે પૂર્વોના પુરુષોએ આગમ ઉપર નૃત્યાદિ રચી છે તેઓને આગમના સૂત્ર, આગમસૂત્રનાં વિશિષ્ટ અર્થો અને ગુરુ પરંપરાથી પણ કેટલાક પદાર્થો પ્રાપ્ત હતા. જેઓના હાથમાં આ ત્રણે વસ્તુ હતી તે સુનિહિતોએ આગમના અર્થોનો બોધ કરાવવા માટે વૃત્યાદિ રચેલ છે અને તેને પ્રમાણ માનવામાં ન આવે તો પ્રમાણભૂત એવા સુવિહિત મહાપુરુષોના વચનને અપ્રમાણ કહેવાથી પોતાનું સમ્યક્ત કેમ રહી શકે ? અર્થાત્ રહી શકે નહિ. I/૧૮માં અવતરણિકા :
પૂર્વપક્ષી કહે છે કે આગમ ઉપર રચાયેલ નિર્યુક્તિ આદિમાં પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય છે માટે અમે તેને પ્રમાણ માનતા નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org