________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૬/ગાથા-૭-૮
વળી, કોઈ સાર્થ કોઈક દેશમાં જવા માટે નીકળેલ હોય અને કોઈક કારણથી તે પંથથી નષ્ટ થયેલો હોય અર્થાત્ તે માર્ગ ભૂલેલો હોય અને તે સાર્થ જાણે કે ‘હું આ પુરુષને સ્થાને પહોંચાડીશ' પરંતુ પંથ ભૂલેલ સાર્થ તે પુરુષને સ્થાને પહોંચાડવા સમર્થ નથી, તેમ મોક્ષમાર્ગના પંથને ભૂલેલ એવા અગીતાર્થ સાધુ અન્ય સાધુને મોક્ષરૂપ નગરમાં પહોંચાડી શકે નહિ એમ ઉત્તરની ગાથા સાથે સંબંધ છે. IIll
૧૧૮
અવતરણિકા :
પૂર્વગાથામાં બે દૃષ્ટાંત આપ્યા કે ‘આંધળો માણસ અતિપુણ દેશમાં અથવા પંથ નષ્ટ સાર્થ કોઈ પુરુષને ઉચિત દેશમાં પહોંચાડવા સમર્થ નથી’ તે બે દૃષ્ટાંતોનું યોજન અગીતાર્થસાધુમાં કરતા કહે છે –
ગાથા:
અગીતારથ તિમ જાણે ગરવે, હું ચલવું સવિ ગચ્છ રે; પણ તસપાસે ગુણગણગ્રાસે, હોઈ ગલાગલમચ્છ રે.
ગાથાર્થ ઃ
તેમ અગીતાર્થ ગર્વથી જાણે ‘હું સર્વ ગચ્છને ચલવું છું' અર્થાત્ આખા ગચ્છને મોક્ષમાર્ગમાં લઈ જઉં છું પણ તેની પાસે=અગીતાર્થ પાસે, ગલાગલમચ્છન્યાયથી ગુણનો સમુદાય ગ્રાસે છે=ગુણનો સમુદાય (અજ્ઞાનરૂપ દોષથી) નાશ પામે છે. IIII
ભાવાર્થ:
સાહિબ ! ૮
પૂર્વગાથામાં કહ્યું કે જેમ આંધળો પુરુષ અનિપુણ દેશમાં બીજાને સ્થાને લઈ જવા સમર્થ નથી અથવા પંથ નષ્ટ સાર્થ બીજાને ઉચિત દેશમાં પહોંચાડવા સમર્થ નથી. આમ છતાં તે આંધળો પુરુષ કે પંથ નષ્ટ સાથે જાણે કે ‘હું આમને ઉચિત નગરમાં પહોંચાડું છું' તેમ અગીતાર્થ સાધુ ગર્વથી જાણે છે કે ‘હું સર્વ ગચ્છને ચલાવું છું.’ વસ્તુતઃ જેમ તે આંધળો પુરુષ કે પંથ નષ્ટ સાર્થ અન્યને ઉચિત દેશમાં લઈ જવા સમર્થ નથી તેમ અગીતાર્થ સાધુ પોતાની નિશ્રામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org