________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૬-૭
૧૧૭
(૪) આકુટ્ટીકા પ્રતિસેવા :- ‘આ કૃત્ય મારી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ છે' એમ જાણવા છતાં પણ તે કૃત્ય કરવાની બળવાન ઇચ્છાથી તે કૃત્ય થાય તો તે આકુટ્ટીથી થયેલી વિપરીત આચરણા છે. કા
અવતરણિકા :
ગાથા-૨ થી ૬ સુધી અગીતાર્થ સાધુ દ્રવ્ય ક્ષેત્રાદિ ભાવોને યથાસ્થિત જાણતા નથી, તેથી ઉત્સર્ગ અને અપવાદનો યથાર્થ વિનિયોગ કરી શકતા નથી તેમ બતાવ્યું. હવે તેવા અજ્ઞાની સાધુ અન્ય સાધુઓને માર્ગમાં ચલાવી શકે નહિ તે બતાવવા અર્થે કહે છે
---
ગાથા :
નયણ રહિત જિમ અનિપુણ દેશે, પંથ નટ્સ જિમ સત્ય રે; જાણે હું ઠામે પહુંચાવું, પણ નહિ તેહ સમન્થ રે. સાહિબ ! ૭ ગાથાર્થ :
જેમ અનિપુણ દેશમાં=અપરિચિત દેશમાં, નયન રહિત વ્યક્તિ (અથવા) જેમ પંથથી નષ્ટ એવો સાર્થ=માર્ગ ભૂલેલો એવો સાર્થ, જાણે કે હું ઠામે પહોંચાડું અર્થાત્ આ પુરુષને ઉચિત નગરે પહોંચાડું પણ તે=નયન રહિત પુરુષ કે પંથ નષ્ટ સાર્થ, ઠામે પહોંચાડવા સમર્થ નથી. II9II
ભાવાર્થ :
કોઈક આંધળો પુરુષ પોતાના પરિચિત નગરમાં રોજ ગમન કરતો હોય તો ચક્ષુ નહિ હોવા છતાં બીજાને તે નગરે પહોંચાડી શકે, પરંતુ પોતાને પરિચિત નથી એવા અનિપુણ દેશમાં કોઈને કહે કે હું તને તે નગરે પહોંચાડીશ અને તે નયન રહિત પુરુષના વચનના અનુસરણથી કોઈ તેની સાથે તે નગરે જવા પ્રસ્થાન કરે તો તે નયનરહિત પુરુષ તેને તે નગરે પહોંચાડી શકે નહિ, તેમ અગીતાર્થ સાધુ કોઈ શિષ્યને મોક્ષમાં પહોંચાડી શકે નહિ, તેમ ઉત્તરની ગાથા સાથે સંબંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org