________________
૧૧૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-ગાથા-૬ ગાથાર્થ :
જે પ્રતિસેવા, આકુટ્ટીથી, પ્રમાદથી, દર્પથી કે કલ્પથી છે તેના યથાસ્થિત પ્રાયશ્ચિત્તના વિકલ્પોને તે જાણતા નથી=અગીતાર્થ સાધુ જાણતા નથી. III ભાવાર્થ :
સાધુથી થયેલી કોઈપણ પ્રતિસેવા=કોઈપણ ઉત્સર્ગ માર્ગની આચરણાથી વિપરીત આચરણા ચાર પ્રકારે થાય છે. (૧) કલ્પ પ્રતિસેવા (૨) દર્પ પ્રતિસેવા (૩) પ્રમાદ પ્રતિસેવા (૪) આકુટ્ટી પ્રતિસેવા. આ ચાર પ્રકારના ભાવના ભેદથી ચારે પ્રકારની પ્રતિસેવાનું પ્રાયશ્ચિત્ત જુદું જુદું આવે છે, તે પ્રાયશ્ચિત્તના યથાસ્થિત વિકલ્પને અગીતાર્થ સાધુ જાણતા નથી માટે તે ઉચિત પ્રાયશ્ચિત્ત આપી શકતા નથી. તેથી અગીતાર્થ સાધુ અન્ય સાધુને માર્ગમાં પ્રવર્તાવી શકે નહિ અને થયેલ પાપની ઉચિત શુદ્ધિ કરાવી શકે નહિ. કલ્પાદિ પ્રતિસેવાનું સ્વરૂપ આ પ્રમાણે છે :
(૧) કલ્પપ્રતિસેવા :- કલ્પ એટલે આચાર. ઉત્સર્ગમાર્ગથી સાધુને જે રીતે આચરણા કરવાનું કહ્યું હોય તેનાથી વિપરીત આચરણા કારણે અપવાદમાર્ગથી કરવાની હોય, તે કલ્પ પ્રતિસેવા છે.
(૨) દર્પપ્રતિસેવા :- સાધુ સંયમયોગની ઉચિત ક્રિયાઓ કરતા હોય ત્યારે પણ તેવા પ્રકારના રાગાદિના પરિણામને કારણે સંયમના કંડકને અનુકૂળ વૃદ્ધિની યતનાને છોડીને વલ્ગનાદિથી અર્થાત્ સંયમજીવનની ઉચિત ક્રિયાઓ કરતી વખતે તે ઉચિત ક્રિયાને અનુરૂપ યત્ન ન કરતા જલદી જલદી તે પ્રવૃત્તિ કરીને અન્ય પ્રવૃત્તિ કરવાના પરિણામથી કે તે ક્રિયા શીધ્ર પૂરી કરવાના પરિણામથી અતિચારોને સેવે તે દર્પ પ્રતિસેવા છે.
(૩) પ્રમાદપ્રતિસેવના :- વિકથાદિ પરિણામથી પ્રમાદપ્રતિસેવા થાય છે. સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી સમભાવને જીવાડવા અને સમભાવની વૃદ્ધિ કરવા સ્વાધ્યાયાદિ ઉચિત ક્રિયાઓમાં યત્ન કરતાં હોય. આમ છતાં પ્રમાદથી સમભાવનું કારણ ન હોય તેવી નિરર્થક વાતો કે નિરર્થક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો તે પ્રમાદથી લેવાયેલી પ્રતિસેવા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org