________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૮-૯
૧૧૯ રહેલા સાધુઓના સમુદાયને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા સમર્થ નથી. આમ છતાં તે અગીતાર્થ સાધુ જે ગચ્છને વહન કરે છે તેનાથી શું થાય છે તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવતાં કહે છે.
મોટું માછલું નાના માછલાને ગળી જાય તેને “ગલાગલમસ્યન્યાય” કહેવાય છે અને તે ન્યાયથી અગીતાર્થ સાધુ પાસે વસતા સાધુઓના ગુણનો સમુદાય દોષોથી ગળી જવાય છે અર્થાત્ અગીતાર્થ સાધુના અજ્ઞાનને કારણે તે સાધુઓ મોટા દોષો સેવશે, જે દોષને કારણે તેઓની સંયમની બાહ્ય આચરણા અને તપાદિની કષ્ટમય આચરણાથી થતાં અલ્પ શુભ ભાવો નાશ પામશે. જેમ મોટું માછલું નાના માછલાને ગળીને વિનાશ કરે છે તેમ બાહ્ય આચરણાથી થતાં કંઈક અલ્પ ગુણોને મોટા દોષો ગ્રાસ કરી જાય છે અર્થાત્ ગળી જાય છે. તેથી તે અગીતાર્થ સાધુની નિશ્રામાં વસતા સાધુઓને સંયમના આચારોનું કોઈ ફળ મળતું નથી, પરંતુ દોષોના સેવનકૃત દૂરંત સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત થાય છે. III અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે અગીતાર્થ સાધુ ગર્વથી જાણે છે કે હું ગચ્છને ચલાવું છું પરંતુ વસ્તુતઃ તે પોતાના નિશ્ચિત સાધુઓને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવતા નથી. હવે તે કેમ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવતા નથી ? તે બતાવતાં કહે છે –
ગાથા :
પચ્છિન્ને અતિમાત્ર દિએ જે, અપચ્છિન્ને પચ્છિત રે; આસાયણ તસ સૂત્રે બોલી, આસાયણ મિચ્છર રે.
સાહિબ ! ૯ ગાથાર્થ :
જે અગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત્તમાં અતિ માત્રાથી પ્રાયશ્ચિત આપે છે, અને પ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત આપે છે, તેને સૂત્રમાં શાસ્ત્રમાં, આશાતના કહી છે. આશાતના મિથ્યાત્વ છે સૂત્રની આશાતના મિથ્યાત્વ છે. TIGI
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org