________________
૧૨૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૬/ગાથા-૯-૧૦
ભાવાર્થ :
અગીતાર્થ સાધુ સૂત્રને ભણેલા હોય તોપણ તે યથાસ્થાને સૂત્રને યોજી શકતા નથી. તેથી તેમની પાસે રહેલા સાધુ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે ત્યારે સૂત્ર અનુસાર જે પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે તેનાથી અધિક માત્રામાં પ્રાયશ્ચિત્ત અગીતાર્થ સાધુ આપે છે અર્થાત્ પાપને અનુરૂપ શાસ્ત્રાનુસારી પ્રાયશ્ચિત્તનો વિનિયોગ તેઓ કરી શકતા નથી અને વિચારે છે કે પ્રાયશ્ચિત્ત તરીકે “જેટલું અધિક તપાદિ કરશે તેટલો અધિક લાભ થશે તેમ માનીને અધિક પ્રાયશ્ચિત્ત આપે છે.”
વળી, પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ ન હોય તે સ્થાનમાં પણ અગીતાર્થ સાધુ આ કૃત્યનું પ્રાયશ્ચિત્ત છે તેમ માનીને પ્રાયશ્ચિત્ત આપે છે અને જેઓ સૂત્રથી વિપરીત રીતે પ્રાયશ્ચિત્ત આપે છે તેઓ ભગવાને કહેલા સૂત્રની આશાતના કરે છે. વળી, ભગવાને કહેલા સૂત્રની આશાતના કરનાર સાધુ મિથ્યાદૃષ્ટિ હોવાથી મોક્ષમાર્ગને જાણતા નથી અને જે મોક્ષમાર્ગને જાણતા નથી તેઓ મોક્ષમાર્ગમાં પ્રવર્તતા નથી, અને જે સ્વયં અજ્ઞાનને કારણે મોક્ષમાર્ગમાં પ્રવર્તતા ન હોય તે બીજાને મોક્ષમાર્ગમાં પ્રવર્તતાવી શકે નહિ. માટે અગીતાર્થ સાધુ ગચ્છને પ્રવર્તાવી શકે નહિ એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. llહા અવતરણિકા -
વળી, અગીતાર્થ સાધુને દોષની શ્રેણી પ્રાપ્ત થાય છે, પરંતુ ગુણની શ્રેણી વધતી નથી તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
તપસી અબહુશ્રુત વિચરતો, કરી દોષની શ્રેણિ રે; નવિ જાણે તે કારણ તેહને, કિમ વાધે ગુણશ્રેણિ રે ?
સાહિબ ! ૧૦
ગાથાર્થ :
તપસ્વી, અબહુશ્રુત વિચરતો સાધુ દોષની શ્રેણી કરે છે=દોષોના પ્રવાહનું સેવન કરે છે, તે કારણ અજ્ઞાનને કારણે દોષોનું સેવન કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org