________________
૧૨૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-કોંગાથા-૧૦-૧૧ છે તે કારણ, તેહને તપસ્વી, અબહુશ્રુત એવા અગીતાર્થ સાધુને, ગુણની શ્રેણી કઈ રીતે વધે અર્થાત્ વધે નહિ. તે અગીતાર્થ સાધુ જાણતા નથી. II૧૦I. ભાવાર્થ -
જે સાધુ શાસ્ત્ર ભણીને શાસ્ત્રના વચનોને ઉચિત સ્થાને જોડી શકે તેવા સંપન્ન થયા નથી, તેઓ કલ્યાણના આશયથી તપ કરે તોપણ અબહુશ્રુત છે અને તેવા સાધુ ગીતાર્થની નિશ્રા વગર વિચરતા હોય તો દોષોની શ્રેણી કરે છે અર્થાત્ અજ્ઞાનને કારણે દોષને દોષરૂપે નહિ જાણવાથી કેટલાક દોષો ધર્મબુદ્ધિથી સેવે છે. જ્યારે ગીતાર્થ સાધુ તો પ્રાયઃ દોષને સેવે નહિ અને ક્વચિત્ અનાભોગાદિથી દોષ સેવાઈ ગયા હોય તોપણ દોષને દોષરૂપે જાણીને દૂર કરવા યત્ન કરે છે, પરંતુ દોષની શ્રેણીને પ્રાપ્ત કરતા નથી.
વળી, અગીતાર્થ સાધુ અજ્ઞાનને કારણે દોષોની શ્રેણી કરે છે તેને કારણે તેઓને તપ સંયમના આચારથી પણ ગુણની શ્રેણી વધતી નથી; કેમ કે અજ્ઞાનને કારણે શાસ્ત્રથી વિપરીત બોધ છે અને વિપરીત બોધમાં ધર્મબુદ્ધિ છે તેથી વિપર્યાસ ગ્રસ્ત મતિવાળા એવા તે અબહુશ્રુત સાધુ જે કંઈ તપાદિ કરે છે એનાથી પણ ગુણશ્રેણી વધતી નથી અને પોતાનામાં ગુણોની વૃદ્ધિ થતી નથી તેવું અગીતાર્થ સાધુ જાણી શકતા નથી માત્ર સ્વમતિથી કરાયેલી તપ, સંયમની બાહ્ય આચરણાથી પોતે ધર્મ સેવે છે, ચારિત્ર પાળે છે ઇત્યાદિ બુદ્ધિ કરે છે. વસ્તુતઃ શાસ્ત્રના સમ્યકુબોધ વગર સંયમની વૃદ્ધિ સંભવે નહિ. I૧૦ના અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે અગીતાર્થ સાધુને ગુણની વૃદ્ધિ થતી નથી. ત્યાં પ્રશ્ન થાય કે અગીતાર્થ સાધુ પણ જે કંઈ સંયમની ક્રિયા કરે છે તે ક્રિયાની વિધિ શાસ્ત્રવચનથી ગ્રહણ કરે છે અને તે વિધિ અનુસાર તપ સંયમની ક્રિયા કરે છે. તેથી તેઓની તે ક્રિયાથી ગુણવૃદ્ધિ કેમ થતી નથી ? તે બતાવવા કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org