________________
૧૨૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧/ગાથા-૧૧
ગાથા :
માર્ગમાત્ર જાણે જિમ પંથી, અલહી તાસ વિસેસ રે;
લિંગાચારમાત્ર તે જાણે, પામે મૂઢ કિલેશ રે. સાહિબ ! ૧૧ ગાથાર્થ -
જેમ કોઈ નગરમાં જનાર પુરુષ માર્ગ માત્ર જાણે, (પરંતુ, તેના વિશેષને કહ્યા વગર=માર્ગના વિશેષને જાણ્યા વગર, (તે માર્ગમાં ગમન કરે તો ક્લેશ પામે) તેમ જે અગીતાર્થ સાધુ લિંગના આચાર માત્ર જાણે સાધુ વેશમાં રહીને જે ક્રિયાઓ કરવાની છે તે ક્રિયાની વિધિ માત્ર જાણે, પરંતુ અગીતાર્થ હોવાને કારણે વિશેષ જાણતા નથી તેવા મૂઢ સાધુ ક્લેશને પામે છે. ll૧૧ાા ભાવાર્થ -
જેમ કોઈ મુસાફર અમુક નગર તરફ જવાનો આ માર્ગ છે તેટલું માત્ર જાણતો હોય, પરંતુ તે માર્ગમાં કયા સ્થાને લૂંટારાઓ છે અને કયા સ્થાને અન્ય જીવન વ્યવસ્થાની સામગ્રી નથી તે જાણતો ન હોય તો તે માર્ગના વિશેષને જાણનાર નથી. તેથી તે માર્ગમાં ગમન કરીને પણ ઉચિત સ્થાને પહોંચી શકે નહિ; કેમ કે જે સ્થાનમાં લૂંટારા હોય તે સ્થાનનું જ્ઞાન હોય તો તે સ્થાનમાં સુરક્ષાની વ્યવસ્થા કરીને કે જે સ્થાનમાં આહાર-પાણીની વ્યવસ્થા ન હોય તે સ્થાનમાં આહાર-પાણીની વ્યવસ્થા કરીને જાય તો નિર્વિને પહોંચી શકે, પરંતુ તેવું જ્ઞાન ન હોય છતાં જો તે માર્ગમાં ગમન કરે તો લૂંટારા વગેરે મળે તો માર્ગમાં જ વિનાશ પામે અને જે સ્થાનમાં જીવન વ્યવસ્થાની સામગ્રી ન હોય તે સ્થાનમાં સુધા-તૃષા આદિથી વિનાશ પામે તેથી માર્ગ માત્રના બોધથી ઉચિત સ્થાને પહોંચી શકાય નહિ, પરંતુ માર્ગ વિશેષનો બોધ હોય તો તે પ્રમાણે વ્યવસ્થા કરીને જવાથી ઉચિત સ્થાને પહોંચી શકાય.
તેમ અગીતાર્થ સાધુ સંયમના વેશની જે આચરણા છે તે આચરણાની વિધિ માત્ર જાણે છે, પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર આદિને આશ્રયીને જે વિશેષ પ્રકારની પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org