________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧૧-૧૨
૧૨૩
કરવાની છે તે જાણતા નથી. તેથી માત્ર સંયમના આચાર પાળીને મોક્ષ પથમાં જવા માટે યત્ન કરે છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરુષ અને પ્રતિસેવાને આશ્રયીને ઉત્સર્ગ-અપવાદના યોજનપૂર્વક પ્રવૃત્તિ કરી શકતા નથી, તેઓ સંયમની આચરણા કરીને પણ ક્લેશ પામે છે, પરંતુ હિત સાધી શકતા નથી; કેમ કે બાહ્ય આચરણા માત્રથી કલ્યાણ થતું નથી, પરંતુ દેશ-કાળ સંયોગ આદિને આશ્રયીને ઉચિત આચરણા કરવા દ્વારા સમભાવની વૃદ્ધિ થાય તે રીતે અંતરંગ યત્ન કરી શકાય તો જ ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે, અન્યથા સંયમના વૃદ્ધિના અભાવમાં સાધ્વાચારની કષ્ટમય બાહ્ય આચરણાથી ક્લેશ માત્રની પ્રાપ્તિ થાય છે. II૧૧||
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે અગીતાર્થ સાધુ લિંગાચાર માત્ર જાણે છે. તેથી સંયમની આચરણાથી મૂઢ એવા સાધુ ક્લેશને પામે છે. હવે તે કેમ ક્લેશને પામે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાથા :
-
ભેદ લહ્યા વિણ નાનાપરિણતિ, મુનિ મનની ગતબોધ રે; ખિણરાતા ખિણતાતા થાતા, અંતે ઉપાઈ વિરોધ રે.
સાહિબ ! ૧૨
ગાથાર્થ ઃ
મનની નાનાપરિણતિનો-ચિત્તની જુદી જુદી પરિણતિનો ભેદ ગ્રહણ કર્યા વગર, ગતબોધવાળા એવા મુનિ=કયા ભાવો મોક્ષને અનુકૂળ છે જે મારે કરવાના છે અને કયા ભાવો મોક્ષને પ્રતિકૂળ છે જે મારે કરવાના નથી તેના વિષયક બોધરહિત એવા અગીતાર્થ સાધુ, ખિણરાતા થાતા=ક્ષણમાં રત થતાં અર્થાત્ પોતાને અનુકૂળ સંયોગો હોય, શિષ્ય પરિવાર અનૂકૂળ હોય કે લોકમાં સ્થાન પ્રાપ્ત થતું હોય તો ક્ષણમાં હર્ષિત થાય છે અને ખિણતાતા થાતાં=ક્ષણમાં ઉદ્વિગ્ન થતાં અર્થાત્ સર્વ સંયોગો વિષમ દેખાય ત્યારે ક્ષણમાં ઉદ્વિગ્ન થાય છે. આવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org