________________
૧૨૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૬/ગાથા-૧૨-૧૩ અગીતાર્થ સાધુ સંયમની બાહ્ય આચરણા કરીને અંતે મોક્ષના ઉપાયના વિરોધને પામે છે અર્થાત્ મોક્ષના ઉપાયભૂત અસંગભાવથી વિરોધી એવા સંગભાવને પામીને મોક્ષમાર્ગથી દૂર રહે છે. વિરા ભાવાર્થ -
અગીતાર્થ સાધુ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા નથી, તેથી ભગવાનનું વચન કઈ રીતે યોગમાર્ગની પ્રવૃત્તિ કરાવીને અસંગભાવમાં વિશ્રાંત થાય છે તેના મર્મને સ્પર્શનારો બોધ ધરાવતા નથી. આથી સંયમની બાહ્ય આચરણા કઈ રીતે કરવી જોઈએ તેટલા લિંગાચાર માત્રને જાણીને પોતે સંયમી છે તેમ માને છે, પરંતુ તે તે પ્રવૃત્તિ કાળમાં મનની જુદી જુદી પરિણતિઓમાંથી કઈ પરિણતિ અસંગભાવને અનુકૂળ છે અને કઈ પરિણતિ અસંગભાવને પ્રતિકૂળ છે તેના ભેદને જાણનારા નથી. તેથી તેવા મુનિ ગતબોધવાળા છે અર્થાત્ પારમાર્થિક જ્ઞાન વગરના છે. અગીતાર્થ સાધુને પરમાર્થનું જ્ઞાન નહિ હોવાને કારણે પોતે સંયમની બાહ્ય આચરણા કરે, શિષ્ય પરિવાર કરે, લોકોને ઉપદેશ આપે ત્યારે પોતાની ધારણા પ્રમાણે પ્રવૃત્તિ થતી હોય તો ક્ષણમાં હર્ષિત થાય છે અને પોતાની ધારણા પ્રમાણે શિષ્યાદિનો સંયોગ ન મળે, શ્રોતા વર્ગ પ્રાપ્ત ન થાય કે પોતાનાથી સંયમની બાહ્ય આચરણા ન થઈ શકે તો ક્ષણમાં ઉદ્વિગ્ન થાય છે. આ રીતે નિમિત્તો પ્રમાણે રત અને ઉદ્વિગ્ન થઈને અંતે અસંગભાવના ઉપાયભૂત સંયમના વિરોધને પામે છે અર્થાત્ તેઓની સર્વ ક્રિયા અસંગભાવની પ્રાપ્તિનું કારણ બનતી નથી, પરંતુ સંગભાવમાં વિશ્રાંત થાય છે. તેથી અગીતાર્થ સાધુ સંયમની બાહ્ય આચરણા સારી કરે તોપણ સંસારનો ઉચ્છેદ કરી શકતા નથી. //વશા અવતરણિકા -
પૂર્વગાથામાં કહ્યું કે અગીતાર્થ સાધુ ચિત્તની તાના પરિણતિનો ભેદ જાણતા નથી માટે ગતબોધવાના છે. તેથી તેઓ ઉચિત પ્રવૃત્તિ કરી શકતા નથી તે ગાથાના ઉત્તરાર્ધમાં બતાવ્યું. હવે અન્ય પણ શું અનુચિત પ્રવૃત્તિ કરે છે ? તે બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org