________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧૩
ગાથા ઃ
પત્થરસમ પામર આદરતાં, મણિસમ બુધ જન છોડિ રે; ભેદ લહ્યા વિણ આગમથિતિનો, તે પામે બહુ ખોડિ રે. સાહિબ ! ૧૩
૧૨૫
ગાથાર્થ ઃ
વળી ગચ્છને ચલાવનાર અગીતાર્થ સાધુ પત્થર જેવા પામરને સ્વીકારે છે=માત્ર સંયમના આચારો પાળનારા અને યોગમાર્ગના મર્મને નહિ જાણનારા જડમતિવાળા હોવાથી શાસ્ત્રમાં પત્થર સમ કહ્યા છે. વળી તેઓ ગુણવાનને પરતંત્ર થવાની વૃત્તિવાળા નથી, માટે પામર સાધુઓના સહવાસને આદરે છે, અને મણિ જેવા બુધ જનને છોડે છે=ભગવાનના વચનના મર્મને જાણનારા અને દ્રવ્ય-ક્ષેત્રાદિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને તત્ત્વનું પ્રકાશન કરનારા મણિ જેવા બુધ જન છે અર્થાત્ ગીતાર્થ છે તેઓને છોડે છે, તેથી તેવા અગીતાર્થ સાધુ આગમસ્થિતિનો ભેદ લહ્યા વગર=આગમની ઉત્સર્ગ અપવાદ આદિની મર્યાદાને જાણ્યા વગર, તેઓ બહુ ખોડને પામે છે=બહુ નુકસાનને પામે છે. ||૧૩|| ભાવાર્થ :
અગીતાર્થ સાધુ ગીતાર્થને પરતંત્ર રહીને આરાધના કરતા હોય તો શક્તિ અનુસાર શાસ્ત્ર ભણીને પોતે ગીતાર્થ પણ થાય છે, પરંતુ જેઓ વિષમકાળને કારણે લિંગાચાર માત્ર જાણીને પોતે શાસ્ત્રના પરમાર્થને જાણે છે તેમ માનીને ગચ્છને ચલાવે છે કે ગીતાર્થને છોડીને સ્વતંત્ર વિચરે છે તેઓ પત્થર જેવા પામર સાધુઓના સહવાસને આદરે છે અર્થાત્ પત્થર જેમ અસાર છે, તેમ શાસ્ત્રના ૫૨માર્થને નહિ જાણનારા અને માત્ર સંયમના સ્થૂલ આચારમાં રત રહેનારા એવા સાધુઓને સ્વીકારે છે અને જેઓ ભગવાનના શાસનના મર્મને જાણનારા છે, દ્રવ્ય ક્ષેત્રાદિ અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે એવા મિણ જેવા બુધ પુરુષોને છોડે છે. આ રીતે બુધ પુરુષના ત્યાગને કારણે આગમસ્થિતિના ભેદને પ્રાપ્ત કરતા નથી અર્થાત્ શાસ્ત્રની ઉત્સર્ગ-અપવાદની મર્યાદા શું છે તેના પરમાર્થને પામતા નથી. તેથી માત્ર સંયમની બાહ્ય આચરણા કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org