________________
૧૨૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-ગાથા-૧૩-૧૪ અંતરંગ પરિણતિની શુદ્ધિને પામ્યા વગર ઘણી ખોટને પામે છે અર્થાત્ સંયમ ગ્રહણ કરીને સંયમના બાહ્ય કષ્ટો વેઠીને હિત સાધતા નથી, પરંતુ પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવ વ્યર્થ બનાવે છે. ll૧૩ અવતરણિકા :
વળી, અગીતાર્થ સાધુ લિંગાચાર માત્રને જાણીને ગચ્છને ચલાવે છે. તેઓ શું અનુચિત પ્રવૃત્તિ કરે છે ? તે બતાવે છે – ગાથા :
જ્ઞાનભગતિ ભાંજિ અણલહતાં, જ્ઞાનતણો ઉપચાર રે;
આરાસારે મારગ લોપે, ચરણકરણનો સાર રે. સાહિબ ! ૧૪ ગાથાર્થ :
અગીતાર્થ સાધુ જ્ઞાનતણો ઉપચાર અણલહતાં નહિ લેતાં, જ્ઞાનની ભક્તિને ભાંજે છે, ચરણકરણનો સાર એવો માર્ગ ચારિત્રનો સાર એવો ભગવાને બતાવેલો માર્ગ, આરાસારે લોપે છે હાલતા ચાલતાં લોપે છે. I૧૪ll ભાવાર્થ : -
જે સાધુઓ લિંગાચાર માત્રને જાણીને બાહ્ય આચાર માત્રામાં પરમાર્થને જોનારા છે, પરંતુ તે બાહ્ય આચારોથી મોહના ઉમૂલનને અનુકૂળ પરિણતિને જોનારા નથી તેઓ સંયમની બાહ્ય આચરણામાં રત રહે છે અને અનેકને શિષ્ય કરીને ગચ્છ ચલાવે છે અને તે અગીતાર્થ સાધુઓ ગીતાર્થને પરતંત્ર થઈને શાસ્ત્ર ભણતા નથી, પરંતુ સ્વમતિ અનુસાર યથા-તથા શાસ્ત્રોને જોડે છે, તેઓ જ્ઞાનતણો ઉપચાર કરતાં નથી અર્થાત્ જ્ઞાનભણવાની ઉચિત પ્રવૃત્તિ કરતા નથી; કેમ કે સમ્યજ્ઞાન તીર્થકરોથી પ્રાપ્ત થયેલું છે અને તીર્થકરોએ જે ભાવથી શ્રુતજ્ઞાન આપ્યું છે તે ભાવથી તેનો બોધ કર્યા વગર અન્ય રીતે બોધ કરવો તે જ્ઞાનની આશાતના છે અને ગીતાર્થની નિશ્રામાં રહીને તે રીતે જ્ઞાન ભણવાની પ્રવૃત્તિ જેઓ કરતા નથી તેવા સાધુ જ્ઞાન પ્રત્યેની ભક્તિનો નાશ કરે છે અને સ્વમતિ અનુસાર શાસ્ત્રના અર્થને કરી હાલતા ચાલતા ભગવાનના માર્ગનો લોપ કરે છે અને આ ભગવાનનો માર્ગ એ ચારિત્રનો સાર છે; કેમ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org