________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-કોંગાથા-૧૪-૧૫ ૧૨૭ ચારિત્રની નિષ્પત્તિ, ચારિત્રની વૃદ્ધિ અને ચારિત્રનું અંતિમ ફળ કેવળજ્ઞાન પણ ભગવાનના માર્ગ અનુસાર પ્રવૃત્તિ કરવાથી થાય છે, તેથી ભગવાનનો માર્ગ ચારિત્રનો સાર છે અને તેનો લોપ કરવાથી અગીતાર્થ સાધુને મહાપાપની પ્રાપ્તિ થાય છે. ll૧૪માં અવતરણિકા :
અગીતાર્થ સાધુ મણિ જેવા બુધજનોને છોડીને પત્થર જેવા બાહ્ય આચરણા કરનારા સાધુઓને આદરે છે એમ ગાથા-૧૩માં કહ્યું. હવે કોઈ અન્ય ગીતાર્થ સાધુ ઉપદેશ આપે કે “ગીતાર્થતી નિશ્રાથી જ તત્વની પ્રાપ્તિ છે' ત્યારે તે અગીતાર્થ સાધુ શું કહીને પોતાની અયોગ્યતા વ્યક્ત કરે છે તે બતાવે છે –
ગાથા :
ઉત્કર્ષી તેહને દે શિક્ષા, ઉદાસીન જે સાર રે; પરુષવચન તેહને તે બોલે, અંગ કહે આચાર રે.
સાહિબ ! ૧૫ ગાથાર્થ :
ઉદાસીન એવા ઉત્કર્ષ સાધુ=અગીતાર્થ સાધુ જે ગચ્છને છોડીને નીકળેલા છે, તે ગચ્છ સાથે કોઈ સંબંધ વગરના હોવાથી, તે અગીતાર્થ સાધુના ગરચ્છમાં આગમન-અનાગમન પ્રત્યે ઉદાસીન કેવળ તે અગીતાર્થ સાધુના હિતના અર્થી એવા ઉત્કર્ષી ગીતાર્થ સાધુ, જે સારરૂપ શિક્ષા આપે છે, તેહને તે ગીતાર્થ સાધુને, તે અગીતાર્થ સાધુ, પરુષવચન બોલે છે અને કહે છે કે સંયમનું અંગ આચાર છે. II૧૫ll ભાવાર્થ :
કોઈ અગીતાર્થ સાધુ મણિ જેવા ગીતાર્થ સાધુને છોડીને માત્ર બાહ્ય આચાર પાળનારાઓ સાથે વસતા હોય અને પોતે ભિક્ષાચર્યાદિ શુદ્ધ આચાર પાળવામાં રત રહેતા હોય, તેમને જોઈને કોઈક ઉદાસીન અને અગીતાર્થ સાધુના હિતના અર્થી ગીતાર્થ સાધુ વિચારે કે આ સાધુ સંયમના આચારો પ્રત્યે રુચિવાળા છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org