________________
૧૨૮ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-ગાથા-૧૫-૧૬ પરંતુ સૂક્ષ્મ બોધ વિનાના છે તેથી ગીતાર્થને છોડીને વિનાશ પામશે. વળી, તે અગીતાર્થ સાથે ગચ્છનો તેમને કોઈ સંબંધ નથી માટે જો તે ઉપદેશ આપે તો તે અગીતાર્થ સાધુને વિચાર પણ ન આવે કે શિષ્યના પ્રલોભનથી કે ગચ્છની વૃદ્ધિના પ્રલોભનથી આ મને ઉપદેશ આપે છે. તેથી તે ઉદાસીન ગીતાર્થ સાધુને અગીતાર્થ સાધુ પોતાનું વચન ગ્રહણ કરશે એવી સંભાવના દેખાય ત્યારે અગીતાર્થ સાધુને સમજાવે કે “ગીતાર્થના વચનના બળથી માર્ગનો સૂક્ષ્મ બોધ થાય છે, અંતરંગ પરિણામની શુદ્ધિ થાય છે. તેથી ગીતાર્થનો ત્યાગ કરવો ઉચિત નથી'. આ પ્રકારની ગીતાર્થની શિક્ષાને સાંભળીને અગીતાર્થ સાધુ તે ગીતાર્થને કઠોર વચન કહે છે અને કહે છે કે “સંયમનું અંગ આચાર છે અને જે આચારોનું સમ્યફ પાલન ન કરતા હોય તેઓનો પક્ષપાત શા માટે કરો છો ? વસ્તુતઃ જ્ઞાન ભણીને પણ જ્ઞાનના ફળભૂત વિરતિમાં જ ઉદ્યમ કરવા જેવો છે અને અમારા ગુરુ ગીતાર્થ હોવા છતાં આચારો સારા પાળતા નથી” એ પ્રકારે કહીને તે ઉપદેશકના વચન પ્રત્યે પોતાનો રોષ બતાવે છે. II૧પ અવતરણિકા -
પૂર્વગાથામાં કહ્યું કે સ્વચ્છેદ વિહારી એવા અગીતાર્થને કોઈ ઉદાસીન ગીતાર્થ સાધુ શિક્ષા આપે ત્યારે તે અગીતાર્થ સાધુ તેમને પરુષવચન કહે છે. હવે, તે અગીતાર્થસાધુ કેવા પ્રકારના પરુષવચન કહે છે ? તે બતાવે છે –
ગાથા :
અમ સરિખા હો તો તુમ જાણો, નહીં તો સ્યા તુમ બોલ રે ? એમ ભાખી જાત્યાદિક દૂષણ, કાટે તેહ નિટોલ રે.
સાહિબ ! ૧૬ ગાથાર્થ:
અમારા જેવા તમે હો તો તમે જાણો=અમારા જેવા નિર્દોષ આચાર પાળનારા તમે હો તો સંયમ શું છે તે તમે જાણો, નહિ તો તમારા બોલ શા કામના તમારો ઉપદેશ શું કામનો અર્થાત્ કોઈ કામનો નથી, એમ ભાખીને-સ્વછંદ અગીતાર્થ સાધુ ઉપદેશ આપનાર ગીતાર્થ સાધુને એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org