________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૭-૮
જેના કારણે=એક ક્રિયામાં અન્ય ક્રિયાનો સંબંધ જિનશાસન છે તેના કારણે, ભગવાનના શાસનમાં હેતુ, સ્વરૂપ અને અનુબંધથી ત્રણ પ્રકારની અહિંસા બતાવી છે. તેથી જે સાધુ હેતુ, સ્વરૂપ અને અનુબંધથી હિંસાના સ્વરૂપને જાણીને સંયમમાં યત્ન કરે છે, તેની ક્રિયા અવશ્ય પરસ્પર સાપેક્ષ થઈને સર્વક્રિયાના સેવનનાં ફળનું કારણ બને છે.
૧૭૨
આશય એ છે કે કોઈ સાધુ બાહ્ય રીતે જીવની હિંસા ન થાય તે રીતે પ્રવૃત્તિ કરતા હોય તો સ્થૂલથી તે પ્રવૃત્તિમાં હિંસા નથી તેમ જણાય. જેમ ભિક્ષાના સર્વ દોષોના પરિહારપૂર્વક કોઈ મહાત્મા ભિક્ષા ગ્રહણ કરે તો તે ભિક્ષાની પ્રવૃત્તિમાં અહિંસા છે તેમ જણાય, પરંતુ જો તે મહાત્મા અપ્રમાદભાવથી સ્વભૂમિકા અનુસાર ઉચિત કાળે ઉચિત પ્રવૃત્તિ ન કરતા હોય તો તેમની તે ક્રિયા અન્ય ક્રિયાઓના યોગવાળી નહિ હોવાથી વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બનતી નથી. તેથી બાહ્યથી તે ક્રિયા અહિંસારૂપ હોવા છતા અનુબંધથી અહિંસારૂપ નથી. જેમ નિર્દોષ ભિક્ષા લાવવાની ક્રિયા બાહ્યથી અહિંસારૂપ હોવા છતાં જો તે મહાત્મા નિર્દોષ ભિક્ષા વાપર્યા પછી સંયમ યોગમાં અપ્રમાદથી ઉચિત યત્ન ન કરતા હોય તો તેમની તે નિર્દોષ ભિક્ષાની ક્રિયા હેતુથી અને સ્વરૂપથી અહિંસારૂપ હોય છતાં અનુબંધથી અહિંસારૂપ નથી.
તેથી એ ફલિત થાય કે એક ક્રિયામાં અન્ય ક્રિયાનો સંબંધ હોય તેવી ક્રિયા જિનશાસનની ક્રિયા છે અને તે ક્રિયામાં જ અનુબંધ અહિંસા છે, અન્ય ક્રિયામાં નહિ, તે બતાવવા માટે ભગવાનના શાસનમાં હેતુ, સ્વરૂપ અને અનુબંધથી ત્રણ પ્રકારની અહિંસા કહેલી છે. ના
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ભગવાનના શાસનમાં હેતુ, સ્વરૂપ અને અનુબંધથી અહિંસા કહેલી છે. હવે, તે ત્રણ પ્રકારની અહિંસાનું સ્વરૂપ બતાવતાં કહે
છે
-
ગાથા :
હેતુઅહિંસા જયણારૂપે, જન્તુઅઘાત સ્વરૂપ;
ફલરૂપે જે તેહ પરિણામે, તે અનુબંધસ્વરૂપ. મન. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org