________________
૧૬૭
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૪-૫
તોપણ શુદ્ધ ભાવપ્રાણનું રક્ષણ કરવા માટે સમર્થ બની શકતા નથી. માટે શુદ્ધ ભાવપ્રાણોના રક્ષણ વગ૨ની બાહ્ય અહિંસા સંસારના નિસ્તારનું કારણ બનતી નથી. તેથી ગીતાર્થ ગુરુથી વર્જિત મુનિ અહિંસાના મર્મને પ્રાપ્ત કરી શકતા
72. 11811
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે બાળતપસ્વી અને ગુરુ વર્જિત મુનિ અહિંસાના મર્મને જાણતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે જૈનશાસનમાં રહેલા સાધુઓ પૃથ્વી આદિ છકાયના સ્વરૂપને જાણનારા છે અને તેઓ ગુરુ વર્જિત હોય તોપણ છકાયના જીવોના રક્ષણ અર્થે નિર્દોષ ભિક્ષાચર્યા આદિ ક્રિયાઓમાં યત્ન કરતા હોવાથી શુભભાવ વર્તે છે. માટે અહિંસાનું પાલન નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે
ગાથા :
-
ભવમોચક પરિણામ સરીખો, તેહનો શુભ ઉદ્દેશ; આણારહિતપણે જાણીજે, જોઈ પદ ઉપદેશ. મન. ૫
ગાથાર્થ ઃ
ઉપદેશપદ જોઈને, તેહનો=ગુરુ વર્જિત મુનિનો, શુભ ઉદ્દેશ=ગીતાર્થ ગુરુનો ત્યાગ કરી નિર્દોષ સંયમ જીવન પાળવાનો શુભ ઉદ્દેશ, ભવમોચના પરિણામ સરિખો=દુઃખી જીવોને દુઃખવાળા ભવથી મુકાવવા માટે મારવાના પરિણામ જેવો, આજ્ઞારહિતપણાને કારણે જાણવો. IIII ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે ગુરુવર્જિત મુનિ ગૂઢ એવા ગુરુલઘુભાવને નહિ જાણતા અહિંસાના અગાધ મર્મને પામતા નથી. હવે કેમ અગાધ મર્મને પામતા નથી ? તે બતાવવા માટે કહે છે
ઉપદેશપદગ્રંથના વચનાનુસાર જેઓ ભગવાનની આજ્ઞારહિત એકાકી વિચરે છે તેઓનો નિર્દોષ ભિક્ષાચર્યા પાળીને શુદ્ધ સંયમ પાળવાનો શુભ ઉદ્દેશ પણ ભવમોચકના પરિણામ સરિખો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org