________________
૧૬૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮ ગાથા-પ-૬ જેમ સંસારમાં કેટલાક જીવો દયાળુ સ્વભાવવાળા હોય છે પણ વિવેક વગરના હોય છે તેથી તેઓ ભૌતિક રીતે દુઃખી જીવોને જોઈને તેઓને દુઃખવાળા ભવથી મુકાવવા અર્થે મારી નાખે છે. વસ્તુતઃ વિવેકી પુરુષે તે જીવોને મારી ન નાખતા તેવા જીવોના દુઃખ દૂર થાય તેવો યત્ન કરવો જોઈએ, કદાચ તેમનું દુઃખ દૂર થાય તેમ ન હોય તો પણ તેમના દુઃખમાં કંઈક શાતા ઉપજે તેવો પ્રયત્ન કરવો ઉચિત ગણાય પરંતુ તેઓને મારી નાખવાનો પરિણામ અવિવેકવાળી દયાને કારણે તે જીવોને થાય છે, જે તે અધિક દુઃખ ઉત્પન્ન કરવારૂપ હોવાથી અનુચિત છે.
તેમ જે જીવોને ગીતાર્થ ગુરુથી થતા સંવેગરૂપ ઉત્તમ ભાવોના પરમાર્થનું જ્ઞાન નથી, પરંતુ માત્ર બાહ્ય શુદ્ધ આચારો પ્રત્યે રાગ છે, તેથી ગુણવાન એવા ગીતાર્થ ગુરુનો ત્યાગ કરીને નિર્દોષ ભિક્ષાચર્યા આદિ અર્થે એકાકી વિચરે છે તેઓનો તે પરિણામ આજ્ઞારહિત હોવાને કારણે અનુચિત છે; કેમ કે ગુરુલાઘવનો વિચાર કરીને ઉચિત પ્રવૃત્તિ કરવાની ભગવાનની આજ્ઞા છે. સંયમ જીવનમાં ગીતાર્થની નિશ્રાથી નવું નવું શ્રુત અધ્યયન પ્રાપ્ત થાય છે, નવા નવા શ્રુત અધ્યયનથી સંવેગની વૃદ્ધિ થાય છે, ભગવાનના વચનમાં થયેલી શ્રદ્ધા દૃઢ થાય છે અને ગુણવાનના સાંનિધ્યથી અનેક પ્રકારની ઉચિત પ્રવૃત્તિઓ થાય છે. તે સર્વ ઉચિત પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને માત્ર બાહ્ય નિર્દોષ ભિક્ષાચર્યા આદિ આચારોના પાલન કરવાની પ્રવૃત્તિ લઘુભાવને પ્રધાન કરીને ગુરુભાવના ત્યાગ સ્વરૂપ છે, માટે અનુચિત છે. પણ અવતરણિકા -
ગાથા-૧માં કહેલ કે આરાધના કરવાને અભિમુખ થયેલા કેટલાક જીવો કહે છે કે “સિદ્ધાંતમાં અહિંસા સાર છે. ત્યાર પછી ગાથા-રમાં કહેલ કે બીજા આચારોને છોડીને એક અહિંસાનો રંગ તે લૌકિકનીતિ છે, લોકોતરપંથ નથી.' તે લૌકિકનીતિ આચરનારા જીવો કોણ છે તેની સ્પષ્ટતા ગાથા૩-૪માં કરી. અને લોકિકતીતિ પાળનારા ગીતાર્થ ગુરુ રહિત મુનિ છે તેઓનો શુભભાવ પણ કેવો અવિવેકમૂલક છે તે ગાથા-પમાં બતાવ્યું. હવે તેઓનું અહિંસાને ગ્રહણ કરનારું વચન લૌકિકનીતિ કેમ છે ? અને લોકોત્તરનીતિ કેમ નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org