________________
૧૬૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮|ગાથા-૪
ગાથા :
જીવાદિક જિમ બાલતપસ્વી, અણજાણતો મૂટ;
ગુરુલઘુભાવ તથા અણકહેતો, ગુરુવર્જિત મુનિ ગૂઢ. મન. ૪ ગાથાર્થ :
જેમ જીવ આદિકને નહિ જાણતો મૂઢ એવો બાળતપસ્વી અહિંસાના અગાધ મર્મને પામતો નથી, તેમ ગુરુ વર્જિત મુનિ ગૂઢ એવા ગુરુ-લાઘવ ભાવને નહિ લેતો અહિંસાના અગાધ મર્મને જાણતો નથી. II૪ll. ભાવાર્થ -
વનમાં વસતા બોલતપસ્વીઓને ભગવાનના શાસનના જીવ આદિ નવતત્ત્વનો યથાર્થ બોધ ન હોવાથી જીવતત્ત્વમાં એકેન્દ્રિય આદિ જીવોનો બોધ નથી તેથી તત્ત્વના વિષયમાં મૂઢ એ બાળતપસ્વી જીવાદિ પદાર્થને જાણનારા નહિ હોવાથી અહિંસાના મર્મને જાણતા નથી. વળી, જૈનશાસન પામીને દીક્ષા ગ્રહણ કરેલ છે તેવા મુનિ ગીતાર્થગુરુની નિશ્રા છોડે છે, ત્યારે કઈ પ્રવૃત્તિમાં અધિક ગુણ છે અને કઈ પ્રવૃત્તિમાં અલ્પ ગુણ છે તે પ્રકારના ગૂઢ એવા ગુરુલાઘવભાવને જાણતા નથી. પરંતુ માત્ર અહિંસામાં રત એવા તેઓ ભિક્ષા શુદ્ધિ આદિમાં ઉદ્યમ કરે છે, તેઓ અહિંસાના અગાધ મર્મને જાણતા નથી.
અહીં વિશેષ એ છે કે, દ્રવ્યઅહિંસા ષકાયના પાલનને અનુકૂળ બાહ્ય આચરણારૂપ છે અને ભાવઅહિંસા એ શુદ્ધ આત્મભાવોમાં નિવેશને અનુકૂળ આત્મવ્યાપારરૂપ છે. શુદ્ધ ભાવોમાં નિવેશને અનુકૂળ વ્યાપાર જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાથી થાય છે અને જિનવચન ઉત્સર્ગ - અપવાદથી વ્યાપ્ત છે. વળી, ઉચિત સ્થાને ઉચિત પ્રવૃત્તિ કરવા માટે ગીતાર્થ સાધુઓ જિનવચનનું અવલંબન લઈ શકે છે અને અગીતાર્થ સાધુ ગીતાર્થગુરુના વચનના અવલંબનથી જિનવચનનું અવલંબન લઈ શકે છે, અન્યથા લઈ શકતા નથી. માટે ક્યા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિને આશ્રયીને કઈ ઉચિત પ્રવૃત્તિ કરવાથી સાનુબંધ શુભભાવની વૃદ્ધિ થાય છે અને કયા દ્રવ્ય-ક્ષેત્ર-કાળને આશ્રયીને કઈ પ્રવૃત્તિના સેવનથી નિરનુબંધ શુભભાવ થાય છે તેનો વિભાગ ગીતાર્થ ગુરુ વર્જિત મુનિ ગ્રહણ કરી શકતા નથી. આથી તેઓ બાહ્ય અહિંસાનું સભ્ય પાલન કરતા હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org