________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૮|ગાથા-૨-૩-૪ ૧૬૫ અને અવિવેકના ત્યાગના ઉપાયરૂપ અન્ય ઉચિત્ત પ્રવૃત્તિની ઉપેક્ષાવાળી તે અહિંસા હોવાથી તેના પાલનથી લોકોત્તરપંથનો ભંગ થાય છે. liણા અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે સંયમની સર્વ ઉચિત આચરણા ત્યજીને જેઓ માત્ર બાહ્ય અહિંસા પાલનમાં રંગ રાખે છે તેઓ લોકોત્તરપંથનો ભંગ કરે છે. આ લોકો કેવી રીતે લોકોત્તર પંથનો ભંગ કરે છે ? તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
વનમાં વસતો બાલતપસ્વી, ગુરુનિશ્રા વિણ સાધ;
એક અહિંસાયે તે રાચે, ન લહે મર્મ અગાધ. મન. ૩ ગાથાર્થ :
વનમાં વસતા બાળતપસ્વી, અને ગુરુ નિશ્રા વગરના સાધુ, તેઓ એક અહિંસામાં રાચે છે, પરંતુ અહિંસાના અગાધ મર્મને પામતા નથી. II3II ભાવાર્થ :
અન્ય દર્શનવાળા ગૃહના આરંભ-સમારંભનો ત્યાગ કરીને તાપસી દીક્ષા ગ્રહણ કરે છે, વનમાં જઈને વસે છે અને વિવેક વગર બાહ્ય તપ કરે છે તેવા બાલતપસ્વી અને ગીતાર્થગુરુની નિશ્રા છોડી માત્ર શુદ્ધ ભિક્ષાચર્યા આદિના પાલનમાં રત છે તેવા સાધુ એક અહિંસામાં રાચનારા છે, પરંતુ તેઓ અહિંસાના પાલનનો અગાધ મર્મ પ્રાપ્ત કરતા નથી અર્થાત્ હેતુ-સ્વરૂપ-અનુબંધથી શુદ્ધ અહિંસાના પરમાર્થને જાણતા નથી, જેને ગ્રંથકારશ્રી સ્વયં આગળ સ્પષ્ટ કરશે. Imall અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે બાળ તપસ્વી અને ગુરુ નિશ્રા વગરના સાધુ અહિંસાના અગાધ મર્મને પામતા નથી. હવે તે અગાધ મર્મને કેમ પામતા નથી ? તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org